અક્ષયનું દોગલાપણુંઃ જે એડ માટે માફી માગેલી ફરી એ જ વિમલની એડમાં દેખાયો, Video

PC: twitter.com

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વન-ડે વર્લ્ડ કપ મેચ વચ્ચે એક એડ ચાલી. આ એક ફેમસ પાન-માસલાની એડ હતી. જેમાં અક્ષય કુમાર, શાહરુખ ખાન અને અજય દેવગન નજરે પડ્યા. જ્યારે આ જાહેરાત ઓન એર થઈ, ત્યારથી અક્ષય કુમારની નિંદા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે, અક્ષયે થોડા વર્ષો અગાઉ જે એડ કરવા માટે માફી માગી હતી, ફરી એક વખત તે એ જ એડમાં નજરે પડી રહ્યો છે. થોડા વર્ષો અગાઉ અક્ષય કુમારે એ જ પાન-મસલાની બ્રાન્ડની જાહેરાત કરી હતી.

એ જાહેરાત પર ખૂબ હોબાળો મચ્યો હતો. ત્યારબાદ અક્ષય કુમારે પબ્લિકલી લોકો પાસે માફી માગી હતી અને કહ્યું હતું કે તે ફરીથી કોઈ તંબાકુ કે પાન-મસલાની એડ નહીં કરે. હવે આ નવી એડને જોઈને લોકો તેને ખરું-ખોટું કહી રહ્યા છે. ટ્વીટર પર લોકો અક્ષય કુમારના આ સ્ટેપ પર જાત-જાતના સવાલ ઉઠાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘પહેલા અક્ષયે આ જાહેરાત કરવાની ના પાડી દીધી હતી, ફરીથી આ જાહેરાત કરી. પૈસાઓ માટે કંઇ પણ કરી શકે છે આ વ્યક્તિ.’

એક યુઝરે અક્ષય કુમારને પાખંડી કહ્યો. તો કેટલાક લોકો અક્ષય કુમારના હક્કમાં પણ ઉતર્યા. તેમણે કહ્યું કે, બની શકે કે, અક્ષયે આ જાહેરાત ખૂબ પહેલા જ શૂટ કરી હોય. માફી માગવા અગાઉ, પરંતુ તેને ઓનએર અત્યારે કરવામાં આવી હોય. અક્ષયની જૂની પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે, જેમાં તે માફી માગી રહ્યો છે. અક્ષયે આ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું માફી માગું છું. મારા ફેન્સ અને વેલ વિશર્સ પાસે હું માફી માગું છું. છેલ્લા કેટલાક દિવસોના તમારા બધાના રીએક્શન્સે મને અંદરથી હલાવીને રાખી દીધો છે.

તેણે આગળ લખ્યું હતું કે, હું હવે ક્યારેય પણ કોઈ પાન-મસાલા કે તંબાકુની એડ નહીં કરું. હું વિમાલવાળા પોતાના એસોસિએશન્સથી પણ પાછળ હટુ છું. હું આ જાહેરાતથી મળેલા પૈસાઓને સારા કામોમાં દાન કરી દઇશ. બની શકે આ જાહેરાત ચાલતી રહે, પરંતુ હવે હું આ પ્રકારની જાહેરાત ક્યારેય નહીં કરું. ખેર અક્ષયની ફિલ્મોની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ આવી છે, પરંતુ તે બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી શકી નથી. ફિલ્મે 3 દિવસમાં માત્ર 13 કરોડ રૂપિયાની જ કમાણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp