VIDEO: ઈશા અંબાણીના લગ્નનું રોયલ ઇન્વિટેશન કાર્ડ તમે જોયું કે નહીં?

PC: ndtvimg.com

રોયલ સેલિબ્રેશન માટે ચર્ચિત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પરિવારે હવે વધુ એક ગ્રાન્ડ ઇવેન્ટની તૈયારી શરૂ કરી દીધી છે. મુકેશ અંબાણીની પુત્રી ઈશાની આનંદ પિરામલ સાથે લગ્નની તૈયારીઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે. ઈશા અંબાણીના લગ્નનો ઇન્વિટેશન કાર્ડ પણ ખૂબ રોયલ છે. આ ઇન્વિટેશન કાર્ડ સામાન્ય ઇન્વિટેશન કાર્ડ જેવો નથી પરંતુ એક બોક્સ જેવો છે જેને ખોલતા તમને 'ia' લખેલું જોવા મળશે જેનો અર્થ છે 'ઈશા-આનંદ'.
મેઈન બોક્સમાં એક ડાયરી છે જેમાં લગ્નનું ઇન્વિટેશન આપવામાં આવ્યું છે અને તેમાં બધી જાણકારીઓ શામેલ છે. ડાયરીના ચોથા પાના પર એક પત્ર છે જે ઈશા અને આનંદે લખ્યો છે. તેના આગલા પાના પર અભિનંદન શીર્ષક સાથે લગ્ન સંબંધિત કાર્યક્રમની જાણકારી આપવામાં આવી છે.

આ ઇન્વિટેશન કાર્ડમાં એક વધુ બોક્સ છે કે પિંક કલરનું છે. તેને ખોલતા ગાયત્રી મંત્ર શરૂ થાય છે. તેની અંદર 4 અન્ય નાના બોક્સ છે જેમાં ગાયત્રી માતાના ફોટો છે. જણાવી દઈએ કે થોડાં દિવસો પહેલાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ 12 ડિસેમ્બરે ઈશા અંબાણીના લગ્નની જાણકારી આપી હતી.

ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈ આ વર્ષે મેમાં થયા હતા. આનંદ પિરામલ 'પિરામલ રિયલ્ટી ગ્રુપ'ના ફાઉન્ડર ajay પિરામલ અને સ્વાતિ પિરામલના પુત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp