શું લગ્ન કરવાની છે ફાતિમા સના શેખ? પોસ્ટ પર આમીરની દીકરીએ આપ્યું આ રિએક્શન

PC: jansatta.com

બોલિવુડ એક્ટ્રેસ, ફાતિમા સના શેખ છેલ્લાં કેટલાક દિવસોથી આમિર ખાનની દીકરી ઈરા ખાન અને તેના થનારા પતિ નૂપુર શિખરે પર પોતાની કમેન્ટ્સના કારણે લાઈમલાઈટમાં છે. ફાતિમા, ઈરા અને નૂપુરની એંગેજમેન્ટ સેરેમની દરમિયાન તેમના ડાન્સ પરફોર્મન્સ પર ઓક્વર્ડ લોકો કમેન્ટ કરીને ચર્ચામાં આવી હતી. જોકે, ના તો ઈરા ખાન અને ના નૂપુર શિખરેને આ વાતનું ખોટું લાગ્યું કારણ કે આ તેમના માટે ખૂબ જ નોર્મલ હતું. સોશિયલ મીડિયા પર જ્યાં ફાતિમાને ઈરાના ફેન્સ ટ્રોલ કરી રહ્યા છે તો બીજી તરફ આ બધા વચ્ચે એક્ટ્રેસના લગ્નના સમાચાર પણ ચર્ચામાં આવી ગયા છે.

હાલમાં જ, ફાતિમા સના શેખે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરોની એક સીરિઝ શેર કરી છે અને હવે તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. તસવીરોમાં, એક્ટ્રેસ એક રિસ્ક એથનિક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે જેમા એક બેકલેસ ટોપ અને હાઈ-વેસ્ટ પેન્ટ સામેલ છે. જ્યાં લોકો તસવીરોમાં ફાતિમાના કિલર લુક પર ફિદા છે, તો બીજી તરફ ઘણા લોકો તેના આઉટફિટના વખાણ કરી રહ્યા છે જે બોલ્ડ અને સુંદર બંને છે. 

તસવીરો ઉપરાંત, ફાતિમાએ જે કેપ્શન લખ્યું છે તે વધુ ધ્યાન ખેંચી રહ્યું છે. ફાતિમાએ પોતાની આ તસવીરોની સીરિઝ પર કમેન્ટ કરતા લખ્યું, સવાલ એ છે કે આ Knot કરવું જોઈએ કે ના કરવું જોઈએ.

ફાતિમાની આ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે અને યુઝર્સને લાગી રહ્યું છે કે, તે પોતાના લગ્નની હિંટ આપી રહી છે. ફાતિમા દ્વારા પોતાના કેપ્શનમાં Knot શબ્દના ઉપયોગે તેના ફેન્સને એક્સાઈટેડ કરી દીધા છે. જે તેમના લગ્ન વિશે સતત અટકળો લગાવી રહ્યા હતા. ફાતિમાની આ પોસ્ટ પર આમ તો યુઝર્સ ખૂબ જ કમેન્ટ્સ કરી રહ્યા છે પરંતુ, આમિર ખાનની દીકરી ઈરાની કમેન્ટ ધ્યાન ખેંચનારી છે. ઈરાએ ફાતિમાના ફોટો પર પોપિંગ હાર્ટ ઈમોજી શેર કર્યું છે.

જણાવી દઈએ કે, થોડાં મહિના પહેલા જ સમાચારો આવ્યા હતા કે ફાતિમા પોતાના દંગલ કો-એક્ટર આમિર ખાન સાથે લગ્ન કરવા જઈ રહી છે. વાત જાણે એમ છે કે, આમિર ખાનના પોતાની બીજી પત્ની કિરણ રાવને છૂટાછેડા આપ્યા બાદ આ અફવાઓ ફેલાઇ ગઈ હતી. જોકે, બંને સેલિબ્રિટી અને તેમના સંબંધિત વિશ્વસનીય સોર્સે તે બંનેના લગ્નની વાતને રદ્દિયો આપી દીધો હતો. 

View this post on Instagram

A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફાતિમા સના શેખ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘સેમ બહાદુર’ના શૂટિંગમાં બિઝી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp