ઈશાન ખટ્ટરે તોડ્યો ટ્રાફિક રુલ, પોલીસ વસૂલ્યો દંડ

PC: bollywoodtadka.in

સરકારી કાયદા બધા માટે જ બરાબર છે, આ વાત મુંબઈ ટ્રાફિક પોલીસે ફરીવાર સાબિત કરી દીધી છે. આ વખતે નિયમ તોડવાનું કામ ધડક એક્ટર ઈશાન ખટ્ટરે કર્યું છે. બાંદ્રામાં એક રેસ્ટોરન્ટની બહાર નો પાર્કિંગ ઝોનમાં બાઈક પાર્ક કરવાને કારણે ઈશાન ખટ્ટરે 500 રૂપિયાનો દંડ ભરવો પડ્યો. ઈશાન ત્યાં પોતાના પોસ્ટ વર્કઆઉટ મીલ માટે ગયો હતો.

 
 
 
View this post on Instagram

So obsessed with that damn smile😍😭 @ishaan95 #ishaankhattar #star#followforfollowback #likeforfollow #bollywood

A post shared by JANHVI KAPOOR💕ISHAAN KHATTAR (@janhvishaanfeed) on

ઈશાને હાલમાં જ નવી સ્પોર્ટ્સ બાઈક ખરીદી છે. તે આ બાઈક લઈને વર્કઆઉટ માટે પહોંચ્યો હતો. વર્કઆઉટ બાદ પોસ્ટમીલ માટે તેણે પોતાની બાઈક નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી દીધી હતી. જ્યારે તે રેસ્ટોરન્ટની બહાર આવ્યો તો તેણે જોયું કે ટ્રાફિક પોલીસ તેની બાઈક લઈ જઈ રહી હતી. જોકે, 500 રૂપિયા દંડ ભર્યા બાદ ટ્રાફિક પોલીસે ઈશાનને બાઈક લઈ જવાન પરવાનગી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ઈશાન પહેલા પણ ઘણા બોલિવુડ સેલિબ્રિટીઝે ટ્રાફિક નિયમ તોડ્યા છે. એકવાર ટ્રાફિક જામમાં ફસાયેલા વરુણ ધવનને પોતાના ફેન સાથે સેલ્ફી લેવાનું ભારે પડ્યું હતું. કૃણાલ ખેમુસ હર્ષવર્ધન અને તેની ગર્લફેન્ડ કિમ શર્મા વિના હેલમેટને કારણે બાઈક અને સ્કૂટી ચલાવવાને કારણે ફસાઈ ચુક્યા છે. એકવાર સોનુ સુદે ટ્રાફિક સિગ્નલ તોડ્યું હતું. આ ઉપરાંત, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે સારા અલી ખાન અને કાર્તિક આર્યને પણ પોલીસનો સામનો કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp