ગુજરાત આવી સ્ટ્રીટ ડાન્સરની ટીમ, વરૂણ-શ્રદ્ધાએ કહ્યું-કાઇ.. પો.. છે, જુઓ Photos

PC: khabarchhe.com

વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’, 24 જાન્યુઆરીએ રીલિઝ થવાની છે. ફિલ્મને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે.

ફિલ્મના પ્રમોશન માટે વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર ગુજરાત આવ્યા છે. વરૂણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં વરૂણ કાઈટ ફેસ્ટિવલમાં પતંગ ઉડાવતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં વરૂણ અને શ્રદ્ધાને જોતા એ સ્પષ્ટ છે કે, તેમણે કાઈટ ફેસ્ટિવલને ખૂબ જ એન્જોય કર્યું હતું.

જણાવી દઈએ કે, વરૂણે બ્લૂ કલરનો પતંગ ઉડાવ્યો હતો, જેના પર તેની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’નું નામ લખ્યું હતું. વીડિયો શેર કરતા વરૂણે લખ્યું- ગુજરાતના કાઈટ ફેસ્ટિવલમાં પતંગ ઉડાવવાની મજા આવી.

જણાવી દઈએ કે, ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ની આખી ટીમ ગુજરાત ફિલ્મના પ્રમોશન માટે આવી છે. જેમાં વરૂણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી, રેમો ડિસૂઝા, ધર્મેશ અને ફિલ્મના અન્ય સ્ટાર્સ પણ છે. તેમણે કાઈટ ફેસ્ટિવલમાં પતંગ ઉડાવવા ઉપરાંત, પોતાની ફિલ્મના એક સોંગ પર ડાન્સ પણ કર્યો હતો.

 
 
 
View this post on Instagram

🪁 #Sd3 at the Gujarat kite flying festival.पतंग chadhwaani मज़ा aavi ...પતંગ chagavani મજા aavi

A post shared by Varun Dhawan (@varundvn) on

જણાવી દઈએ કે, વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘ABCD 2’માં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર એકસાથે દેખાયા હતા. હવે બંને ફરી એકવાર સાથે દેખાશે. ફિલ્મનું ડિરેક્શન રેમો ડિસૂઝાએ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં નોરા ફતેહી પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp