મોદી રાજમાં સીમા સુરક્ષિત તો પાક આતંકી ક્યાંથી ભરાયો? એક્ટરે કર્યો સવાલ

PC: ibtimes.co.in

રાજધાની દિલ્હીમાં છેલ્લા 15 વર્ષથી ઓળખ છુપાવીને રહેતા એક પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે સાથે જ તેની પાસેથી AK-47 રાઇફલ પણ જપ્ત કરવામાં આવી છે. આતંકીની ઓળખ મોહમ્મદ અશરફ અલીના રૂપમાં થઈ છે જે કે એક મૌલાનાના રૂપમાં દિલ્હીના લક્ષ્મી નગરમાં રહેતો હતો. આ બાબતને લઈને હવે બોલિવુડના જાણીતા એક્ટર કમાલ રાશીદ ખાને ટ્વીટ કરી છે. તેણે DSP દેવેન્દર સિંહનો ફોટો શેર કરતા પૂછ્યું કે મોદી રાજ્યમાં સીમા સુરક્ષિત છે તો પાકિસ્તાની આતંકી ક્યાંથી ભરાઈ ગયો?

એક્ટર કમાલ રાશીદ ખાને પોતાની ટ્વીટમા ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો. તેને લખ્યું કે જ્યારે મોદી રાજમાં સીમા સુરક્ષિત છે તો પછી પાકિસ્તાની આતંકવાદી ભારતમાં ક્યાંથી ભરાયો? એ પણ AK-47 સાથે. આમ કઈ રીતે મળ્યો તેમને? અને ઘર પણ ભાડાથી મળી ગયું? ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવવાની છે તો હજુ પણ ઘણું બધુ થશે. દેવેન્દ્રભાઈ જિંદબાદ. કમાલ રાશીદ ખાનની આ ટ્વીટને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે પણ ઘણી ટ્વીટ કરી.

શીલા શર્મા નામના એક યુઝરે લખ્યું કે બહારથી આવતા નથી, એ આપણામાં પણ વચ્ચે બેઠા છે. એક શોધો તો ઘણા દેશદ્રોહી મળી જશે. એક યુઝરે ટ્વીટનો જવાબ આપતા કહ્યું 10 વર્ષ પહેલા આવ્યો હતો દિલ્હીમાં તે, ત્યારે BJPની સરકાર નહોતી. હવે પકડાઈ ગયો ને BJP સરકારમાં. એક વાત બોલું, BJP 366 સીટ્સ જીતીને બહુમતથી આવી છે. કમાલ રાશીદ ખાને સપાના પ્રમુખ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવા પર ટ્વીટ કરી હતી. એક્ટરે લખ્યું હતું કે આજે અખિલેશ યાદવે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે.

તેણે કોંગ્રેસ અને BJP પર પણ પ્રહાર કર્યો. અર્થ તે આ રેસમાં BJPને ફરી લઈ આવ્યો. જો સપા અને કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં હાથ મળાવ્યા તો BJPનો સફાયો થઈ જશે. તો એક ટ્વીટમાં કમાલ રાશીદ ખાન રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના બેસ્ટ ઉમેદવાર પણ બતાવ્યા. તેણે લખ્યું કે 58 ટકા લોકો રાહુલ ગાંધીના વડાપ્રધાન પદના બેસ્ટ ઉમેદવાર માને છે જ્યારે 32 ટકા લોકો અરવિંદ કેજરીવાલને આગામી વડાપ્રધાન બનાવવા માગે છે. તેનો અર્થ છે કે રાહુલ ગાંધી બધા સ્પર્ધકોથી ઘણા આગળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp