કંગનાએ ખરીદ્યું પ્રોડક્શન હાઉસ, બેન બોલી-ના લગ્નમાં નાચી ના એવોર્ડ ફંક્શનમાં...

PC: instagram.com

બોલિવુડની ક્વીન કંગના રણૌતે પોતાના નામે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. બુધવારે કંગનાએ પોતાનું પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્મસની શરૂઆત કરી છે. પોતાના આ પ્રોડક્શન હાઉસ માટે કંગનાએ મુંબઈના પૉશ વિસ્તાર પાલી હિલમાં 3 માળની ઈમારત ખરીદી છે. આજે કંગનાએ પૂજા કરીને પોતાના પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી છે, જેના ફોટા તેની બહેન રંગોલી ચંદેલે શેર કર્યા છે. આ ફોટાઓમાં કંગના પોતાના ભાઈ અક્ષિતની સાથે પૂજા કરતી દેખાઈ રહી છે.

કંગનાની આ ઉપલબ્ધિના વખાણ કરતા તેની બહેન રંગોલીએ ત્યાં સુધી કહી દીધું કે, તે ન તો લગ્ન સમારંભોમાં નાચી ન એવોર્ડ ફંક્શનમાં અને ના તેણે સસ્તી બ્રાન્ડ્સનું પ્રમોશન કર્યું, તે મુવી માફિયાઓ સામે પણ લડી અને છતા પણ આજે તેની પાસે કોઈપણ એક્ટ્રેસ કરતા વધુ પ્રોપર્ટી છે. (તેમના પતિઓની પ્રોપર્ટીને કાઉન્ટ ન કરવી.)

જણાવી દઈએ કે, કંગનાનું આ નવું પ્રોડક્શન હાઉસ પાલી હિલ વિસ્તારમાં છે. આ પ્રોડક્શન હાઉસમાં કંગના પ્રોજેક્ટ્સ પર કામ કરશે, જ્યારે તેનો ભાઈ અક્ષિત અહીં કાયદાકીય અને ફાયનાન્સ સાથે સંકળાયેલા વિભાગો જોશે.

આ પ્રોડક્શન હાઉસનો ફોટો શેર કરતા કંગનાની બહેન રંગોલી ચંદેલે લખ્યું, મુંબઈના પ્રાઈમ લોકેશન પર આ છે કંગનાનું પ્રોડક્શન હાઉસ, જેનું સપનું કંગાએ 10 વર્ષ પહેલા જોયું હતું અને આજે અમે પણ તેને જોઈ શકીએ છીએ. જો લોકો સત્ય અને ઈમાનદારીથી આ બધું મેળવી શકતા હોય, તો લોકો આ નાની-મોટી બંડલબાજી અને છેતરપિંડી શા માટે કરી છે.

જણાવી દઈએ કે, કંગના રણૌતે ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’થી પોતાના ડિરેક્શનની શરૂઆત કરી હતી. તે ટૂંક સમયમાં જ નિર્દેશક અશ્વિની ઐય્યર તિવારીની ફિલ્મ ‘પંગા’માં દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp