WBમાં હિંસા બાદ વિવાદિત ટ્વીટ કરવું કંગનાને પડ્યું ભારે, અકાઉન્ટ સસ્પેન્ડ

PC: abplive.com

બોલિવુડ અભિનેત્રી કંગના રણૌતનું ટ્વીટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ટ્વીટરે જણાવ્યું છે કે, તેણે આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની પરિણામ આવ્યા બાદ આ અભિનેત્રીએ કેટલાક વિવાદિત ટ્વીટ્સ કર્યા હતા. તેને લઈને તેના પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

કોલકાતા પોલીસ દ્વારા કંગના રણૌત વિરુદ્ધ પશ્ચિમ બંગાળના લોકોની લાગણી દુભાવવાના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એડવોકેટ સુમીત ચૌધરીએ ઈમેલ દ્વારા કોલકાતા પોલીસ કમિશનર સૌમેન મિત્રાને ફરિયાદ મોકલી હતી. પોતાના મેલમાં તેમણે કંગના રણૌતના ટ્વીટની ત્રણ લિંક્સ પણ મોકલી છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેણે બંગાળના લોકોની લાગણી દુભાવી છે અને તેમને અપમાનિત પણ કર્યા છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ કંગના રણૌતે પોતાના એક ટ્વીટમાં લખ્યું હતું, પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા મોટી સંખ્યામાં રહે છે. તેના પરથી એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, હિંદુ ત્યાં બહુમતમાં નથી અને ડેટા અનુસાર, બંગાળી મુસ્લિમ ખૂબ જ ગરીબ અને વંચિત છે. સારું છે બીજું કાશ્મીર બનવા જઈ રહ્યું છે.

કંગના રણૌતે બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ થયેલી હિંસા પર ટ્વીટ કરતા લખ્યું હતું, આ ખૂબ જ ડરાવનારું છે. આપણે ગુંડઈને મારવા માટે વધુ ગુંડઈ દર્શાવવી પડશે. તેણે વધુમાં લખ્યું હતું, મમતા બેનર્જી કાબૂમાંથી બહાર થતા રાક્ષસી બની ગયા છે. મોદીજી તેમને કાબૂમાં લેવા માટે પોતાનું 2000ના દિવસોવાળું વિરાટરૂપ બતાવો.

ચૂંટણી પરિણામ આવ્યા બાદ થયેલી હિંસા બાદ કંગનાએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરી છે. અભિનેત્રીએ રાજ્યમાં થયેલી હિંસાને લઈને એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે રડતી દેખાઈ રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

ઉલ્લેખનીય છે કે, કંગના હંમેશાં દરેક મુદ્દાને લઈને પોતાનો વિચાર રજૂ કરતી આવી છે. આ અગાઉ પણ જાન્યુઆરી મહિનામાં કંગનાએ વેબ સીરિઝ તાંડવને લઈને એક વિવાદિત ટ્વીટ કર્યું હતું. કંગનાના આ ટ્વીટ બાદ તેના ટ્વીટર અકાઉન્ટને સસ્પેન્ડ કરવાની માગ ઉઠી હતી અને ટ્વીટર દ્વારા તેના અકાઉન્ટને થોડાં સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. જોકે, થોડાં સમયમાં જ તેનું અકાઉન્ટ ફરી એક્ટિવ કરવામાં આવ્યું હતું. કંગનાનું ટ્વીટર અકાઉન્ટ એક્ટિવ થયા બાદ કંગનાએ ટ્વીટરના CEO જેકને પણ નિશાના પર લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp