હીરો સાથે સૂવો તો 2 મિનિટનો રોલ મળે: કંગના, ઉર્મિલાને સોફ્ટ પોર્નસ્ટાર ગણાવી

PC: yimg.com

બોલિવુડ અભિનેત્રી કંગના રણૌતે બુધવારે ડ્રગ્સ કનેક્શન મામલા પર સાંસદ જયા બચ્ચન દ્વારા આપવામાં આવેલા નિવેદન પર પોતાનો જવાબ આપતા ચોંકાવનારો દાવો કર્યો છે. સમાજવાદી પાર્ટીમાંથી સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચનના સંસદીય ભાષણ પર પ્રતિક્રિયા આપતા કંગનાએ એક ટ્વીટ કર્યું છે. તેણે આ ટ્વીટમાં લખ્યું, કઈ થાળી આપી છે જયા જી અને તેમની ઈન્ડસ્ટ્રીએ? એક થાળી મળી હતી, જેમાં બે મિનિટના રોલ, આઈટમ નંબર્સ અને એક રોમેન્ટિક સીન મળતો હતો તે પણ હીરોની સાથે સૂતા બાદ, મેં આ ઈન્ડસ્ટ્રીને ફેમિનિઝ્મ શીખવ્યું, થાળી દેશભક્તિ, નારી પ્રધાન ફિલ્મોથી શણગારી, આ મારી પોતાની થાળી છે જયા જી, તમારી નહીં.

સંસદમાં બોલતા મંગળવારે સાંસદ જયા બચ્ચને કહ્યું હતું કે, કેટલાક લોકો બોલિવુડને બદનામ કરવામાં લાગ્યા છે, જે લોકોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નામના મેળવી, તેઓ તેને હવે ગટર કહી રહ્યા છે. હું તેમની સાથે જરા પણ સહમત નથી, આ એવા લોકો છે, જેઓ જે થાળીમાં ખાય છે, તે થાળીમાં જ થૂંકે છે.

કંગનાએ આ અગાઉ આરોપ લગાવ્યો હતો કે, બોલિવુડના 99 ટકા લોકો ડ્રગ્સનું સેવન કરે છે. તેણે ટોચના બોલિવુડ સ્ટાર્સ રણવીર સિંહ, રણબીર કપૂર, વિક્કી કૌશલ અને નિર્દેશક અયાન મુખર્જીને તેમના બ્લડ ટેસ્ટ કરાવવા સુધીનો પડકાર આપ્યો હતો.

સાંસદ જયા બચ્ચનના નિવેદન બાદ એભિનેત્રી ઉર્મિલા માતોંડકરે તેમનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, આ પ્રકારના રાજકીય મામલાઓમાં પડીને કંગના BJPની ટિકિટ ઈચ્છે છે. ઉર્મિલા માતોંડકરના આ નિવેદન બાદ કંગનાએ ઉર્મિલા વિરુદ્ધ પણ નિવેદનબાજી કરી હતી અને એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, મને મારા પોતાના પર વિશ્વાસ છે કે મેં જીવનની સાથે સમાધાન નથી કર્યું. મારી આસપાસ જે પ્રેશર હતું, હું તેની આગળ ઝૂકી નહીં. મારે ટિકિટ માટે વધુ કામ નહીં કરવું પડશે. તેઓ મારા સંઘર્ષોની મજાક ઉડાવી રહ્યા છે. તે પોતે એક સોફ્ટ પોર્ન સ્ટાર છે. પોતાની એક્ટિંગના કારણે તેમને કોઈ નથી જાણતું.

ઉલ્લેખનીય છે કે, ઉર્મિલા માતોંડકરે પોતાના એક ઈન્ટરવ્યૂમાં હિમાચલને ડ્રગ્સનો ગઢ ગણાવ્યો હતો. ઉર્મિલાએ કંગનાને કહ્યું હતું- આખો દેશ ડ્રગ્સના જોખમનો સામનો કરી રહ્યો છે. શું તેમને નથી ખબર કે જ્યાંથી તેઓ આવે છે, એટલે કે હિમાચલ પ્રદેશ પોતે ડ્રગ્સનું એક ગઢ છે. કંગનાએ સૌથી પહેલા પોતાના રાજ્યથી તેની શરૂઆત કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp