આ અભિનેત્રી પર કંગનાનો ફૂટ્યો ગુસ્સો, કરન જોહરનો પક્ષ લેવા પર સંભળાવી ખરીખોટી

PC: funsmartz.com

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલા બાદથી સમગ્ર દેશમાં બોલિવુડમાં ફેલાયેલા નેપોટિઝ્મને લઈને ગુસ્સો દેખાઈ રહ્યો છે અને ઈન્ડસ્ટ્રીમાં સતત ઈનસાઈડર અને આઉટસાઈડરને લઈને ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં સોશિયલ મીડિયામાં એક પ્રકારનું વિભાજન જોવા મળી રહ્યું છે. લોકો સ્ટારકિડ્ઝ અને કરન જોહર જેવા સેલેબ્સને ટ્રોલ કરી રહ્યા છે. ઘણા બધા એક્ટર્સ તેમની સાથે નેપોટિઝમને લઈને થયેલા અનુભવોને શેર કરીને તેનો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન એક્ટ્રેસ કંગના રણૌતે પણ આ જૂથવાદ અને પરિવારવાદ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. દરમિયાન ફિલ્મમેકર કરન જોહરનો પક્ષ લઈને એક્ટ્રેસ સ્વરા ભાસ્કર મુશ્કેલીમાં મુકાઈ ચુકી છે.

કંગના રણૌત છેલ્લાં ઘણા દિવસોથી કરન જોહર સહિતના સ્ટારકિડ્ઝ પર નિશાનો સાધવાની કોઈ તક જવા નથી દઈ રહી. પરંતુ હવે સ્વરા ભાસ્કર પણ પોતાના એક ટ્વીટના કારણે કંગનાના ગુસ્સાનો શિકાર બની ગઈ છે. લોકો તો તેને પહેલાથી જ ટ્રોલ કરી રહ્યા હતા, પરંતુ હવે કંગનાએ તો તેને ડાયરેક્ટ ચાપલૂસ જ કહી દીધી છે.

એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે હાલમાં જ એક પોસ્ટમાં કહ્યું હતું કે, કોઈકના મોત માટે ઈન્ડસ્ટ્રીના લોકોને જવાબદાર ગણવા યોગ્ય નથી. આ ઉપરાંત, તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આપણે દરેક મુશ્કેલ મુદ્દા પર વાતચીત કરવી જોઈએ, પરંતુ એક સભ્ય રીતે. જોકે, હાલ જે બધુ ચાલી રહ્યું છે, લોકો કરન જોહરને બ્લેમ કરી રહ્યા છે, તે ખોટું છે. આ મામલામાં કરનને ખરીખોટી સંભળાવવી, તેને અપમાનિત કરવો એ ખોટું છે. મને નથી લાગતું કે કરન, આલિયા કે સોનમે એવું કંઈ પણ કર્યું છે જેને કારણે સુશાંતના કરિયર પર અસર પડી હોય. આ આરોપ ખોટો છે.

પરંતુ આ વખતે કંગના રણૌતે તેની ક્લાસ લગાવી દીધી છે. આ પોસ્ટ પર કંગના રણૌતે તેના પર નિશાનો સાધતા કહ્યું છે, સ્વરા ચાપલૂસી કરતા પહેલા એ યાદ રાખે કે, કંગનાએ ઘણી બધી રિક્વેસ્ટ બાદ શોમાં ભાગ લીધો હતો. તે સુપરસ્ટાર છે અને કરન જોહર એક પેઈડ હોસ્ટ. તમને જણાવી દઈએ કે, લોકોના વિરોધ બાદ સ્વરાએ પોતાનું આ ટ્વીટ ડિલીટ કરી દીધુ છે. જણાવી દઈએ કે, આ અગાઉ પણ કંગના રણૌત નેપોટિઝ્મ વિશે ખુલીને બોલી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp