કંગનાએ વિકાસ બહલની પત્નીને પૂછ્યું- આટલા પવિત્ર પતિને શા માટે છોડી રહ્યા છો

PC: bollywoodmantra.com

ડિરેક્ટર વિકાસ બહલ પર યૌન શોષણનાં ગંભીર આરોપો લાગ્યા બાદ તેનાંથી અલગ થયેલી તેની પત્ની ઋચા દુબે તેનાં બચાવમાં આવી છે. તેણે વિકાસ પર લાગેલા આરોપોનું સમર્થન કરનારી કંગના રણૌત પર પણ સવાલો ઉઠાવ્યા છે. કંગનાએ વિકાસની કમેન્ટ્સ અને હરકતોને લઈને સવાલ ઉઠાવ્યા હતાં. સાથે જ પોતાની સાથે થયેલા અનુભવની વાતો પણ શેર કરી હતી. ત્યારબાદ વિકાસની પત્નીએ કંગના પર આરોપો લગાવ્યા હતાં. તેણે કંગનાને કહ્યું હતું કે, જો મારા પતિ આટલા ખરાબ હોય તો તેમની સાથે આટલા લાંબા સમય સુધી ફ્રેન્ડશિપ શા માટે રાખી?

કંગનાએ પણ વિકાસ બહલની પત્નીનાં સવાલોનો જવાબ આપ્યો છે. તેણે તરત જ રિએક્ટ કરતાં કહ્યું હતું કે, પૂર્વ પતિને બચાવતી એક પૂર્વ પત્ની. મારો એમને એક જ સવાલ છે કે, પવિત્રતાનાં મામલામાં હજારો પતિઓમાં પહેલા નંબર પર આવનારા પતિને તેણે કેમ છોડી દીધો? એવી બકવાસ ન કરવી કે અમારી વચ્ચે મિત્રતાપૂર્ણ રીતે છૂટાછેડા થયા છે અને અમે એક પરિવાર છીએ. આથી, અમારા કામ કરવાનાં માહોલને વધુ સારો બનાવવામાં અમારી મદદ કરો અને સુનિશ્ચિત કરો કે આવા લોકો વધુ લોકોનાં જીવન ખરાબ ના કરે.

2015માં મધુ મંટેના અને મસાબા ગુપ્તાનાં લગ્નમાં કંગના અને વિકાસે સાથે આઈટમ નંબર પર ડાન્સ કર્યો હતો. આથી, વિકાસની પત્ની ઋચાએ કંગનાને સવાલ પૂછ્યો હતો કે, જો મારા પતિ આટલા ખરાબ હોય તો તેની સાથે ડાન્સ શા માટે કર્યો? જો કંગનાને વિકાસની વાતો સારી નહોતી લાગતી તો તેણે આ અંગે ખુલીને વાત કેમ ન કરી. એ તો ખૂબ જ સફળ છે અને તેના પર કોઈ દબાણ પણ નહોતું, તો પછી તે ચૂપ શા માટે રહી?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp