કપિલ શર્માના હાથ પર છે આ એક્ટ્રેસના નામનું ટેટૂ, કો-એક્ટરે કર્યો ખૂલાસો

PC: facebook.com/kapilsharmak92481

કોમેડિયન કપિલ શર્મા છેલ્લા ઘણા સમયથી બીમારીથી ઘેરાયેલો છે. થોડા સમય પહેલા કપિલ ઘણી ટ્વીટ્સને કારણે ચર્ચામાં આવ્યો હતો, આ પછી તે સતત ચર્ચામાં છે. જો કે કપિલ શર્માએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને કેટલીક ટ્વીટ કરી હતી. આ ટ્વીટ પછી કપિલનું એક રેકોર્ડિંગ સામે આવ્યું હતું, જેમાં તે એક જર્નાલિસ્ટ સાથે ગેરવ્યવ્હાર કરી રહ્યો હતો. આ ઘટના સામે આવ્યા પછી કપિલના ઘણા મિત્રો તેના વ્યવહારમાં આવેલા બદલાવ વિશે વાત કરી રહ્યા છે. હાલમાં જ કપિલ સાથે કામ કરી રહેલા અલી અસગરે તેની હાલત વિશે વાત કરી હતી.

એક ઈન્ટરવ્યુમાં અલીએ જણાવ્યું હતું કે તેમણે થોડા સમય પહેલા જ કપિલ સાથે મુલાકાત કરી હતી, પણ તે નાના છોકરા જેવો વ્યવહાર કરી રહ્યો હતો. અલીએ જણાવ્યું હતું કે તેઓ કપિલની ખરાબ હાલત વિશે હાલ-ચાલ પૂછવા માટે તેના ઘરે ગયા હતા. તેણે જણાવ્યું કે મેં કપિલના હાથ પર પ્રિતી સિમોસના નામનું ટેટૂ જોયું. તે મને કંઈક કહેવા માંગતો હતો પણ તે કહી નથી શક્યો.

કપિલે તેની એક્સ ગર્લ ફ્રેન્ડ પ્રિતી સિમોસ, તેની બહેન નીતિ સિમોસ અને એક પત્રકાર વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. પ્રીતિ અને નીતિએ કપિલ સાથે 'કોમેડી નાઈટ્સ વીથ કપિલ' અને 'ધ કપિલ શર્મા' શો વખતે કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp