પૂજા સાથે શરૂ થયો કપિલનો કોમેડી શો

PC: jagran.com

લગ્નની તૈયારીની સાથે સાથે કપિલ શર્મા પોતાના આવનાર નવા કોમેડી શોને લઇને ઘણા ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી ઘણા ઉતાર ચઢાવ ઝેલી ચૂકેલ કપિલના કરિયરને લઇને કઇક સીસિયસ નજર આવે છે. તેમની 'ઓનસક્રીન' પત્નિ સુમોનાએ પોતાના સોશિયલ અકાઉન્ટ પર એક ફોટો શેર કરી 'દ કપિલ શર્મા શો' ના જલ્દી શરુ થવાની જાણકારી આપી હતી. શો સોની ટીવી પર પ્રસારિત કરવામાં આવશે, જેને લઇને કપિલના ફેન્સ અને ટીમ ઘણી ઉત્સાહિત છે.

લગ્નની તૈયૈરીઓ અને રિવાજોની વચ્ચે જ કપિલ શર્માએ પોતાના નવા શોનું શુટીંગ પણ શરુ કરી દીધુ છે. આ શોના પહેલા ગેસ્ટ સલમાન ખાન હશે. સૂત્રોથી મળેલી માહીતી મુજબ સલમાનખાને 'દ કપિલ શર્મા શો' ને પ્રોડ્યૂસ પણ કર્યો હતો. આ નવા શોમાં કપિલ શર્માની સાથે ચંદન, સુમોના અને કીકૂ શારદા હશે. એના સિવાય ભારતી સિંહ કૃષ્ણા અભિષેક અને રોશેલ રાવ પણ કપિલના શોની રોનક વધારતા નજર આવશે. જાણકારી અનુસાર આ વખતે શો નો કોન્સેપ્ટ નવો અને અલગ હશે. કપિલે શો ના દ્રારા લોકોને હસાવાની ભરપૂર ગોઠવણ કરી લીધી છે.

12 ડિસેમ્બરે થશે કપિલ-ગિન્નીન લગ્ન

કપિલ શર્મા અને ગિન્ની ચતરથ 12 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. ગિન્ની ચતરથે પોતાના ઇંસ્ટાગ્રામ અકાઉન્ટ પર લગ્નના રિવાજોના કેટલાક ખાસ ફોટા પોસ્ટ કર્યા હતા.એમા ગિન્ની પોતાના પરિવારની સાથે નજર આવી રહી છે. આ ફોટામાં ગિન્ની લાલ રંગના પંજાબી સૂટમાં ઘણી સુંદર લાગી રહી હતી. ગિન્ની અને કપિલના લગ્નના બધા રિવાજો જલંધરમાં થશે. આ સમયને ખાસ બનાવા માટે બંન્નેને જલંઘરના સૌથી જૂના હલવાઇને રાખ્યો છે, જો લોકોને લગ્નના લાડુ ખવડાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp