કરન જોહર નહીં કરશે બિગ બોસ OTT 2 હોસ્ટ? મેકર્સે આ સેલિબ્રિટીને કર્યું અપ્રોચ

PC: siasat.com

બિગ બોસ ટીવીનો એ ફેમસ રિયાલિટી શો છે, જેને લોકો ખૂબ જ પસંદ કરે છે. ફેમસ વ્યક્તિઓ અને ઈન્ટરેસ્ટિંગ ટાસ્કનાં કારણે બિગ બોસની ગત સિઝન હિટ રહી હતી. બિગ બોસ સિઝન 15 ઓન એર થવા પહેલા મેકર્સ તેનું OTT વર્ઝન લઈને આવ્યા છે, જે અંદાજે 2 મહિનાઓ સુધી ચાલશે. શોના પહેલા OTT વર્ઝનને ફિલ્મમેકર કરન જોહરે હોસ્ટ કર્યું હતું, પણ હવે સમાચાર મળ્યા છે કે, કરન જોહરે ‘Bigg Boss OTT Season 2’ ને હોસ્ટ કરવાની ના પાડી દીધી છે.

કરન જોહર ‘બિગ બોસ ઓટીટી સિઝન 2’ને હોસ્ટ કરતો જોવા મળશે નહીં. Tellychakkarના એક રિપોર્ટ અનુસાર, કરને મેકર્સને શો માટે સ્પષ્ટ રીતે ના કહી દીધી છે. કારણ કે, તે પોતાનો ચેટ શો ‘કોફી વિથ કરન’ને હોસ્ટ કરી રહ્યો છે.

રિપોર્ટના અનુસાર, તે એક સમયે બે અલગ-અલગ પ્લેટફોર્મ પર કામ નથી કરી શકતો, આ કારણે તેણે ‘બિગ બોસ ઓટીટી સિઝન 2’ને હોસ્ટ કરવાની ના પાડી દીધી છે. જોકે, કરનના રિપ્લેસમેન્ટની તૈયારી પણ મેકર્સે કરી લીધી છે.

મેકર્સે હવે શો માટે ફરાહ ખાનને અપ્રોચ કર્યો છે. ‘બિગ બોસ સિઝન 1’માં ફરાહ શોમાં સતત આવતી રહી હતી, તે શોમાં વચ્ચે-વચ્ચે જોવા મળતી હતી અને કન્ટેસ્ટેન્ટ્સને રિયાલિટી ચેક આપતી હતી. જો ફરાહ બિગ બોસ OTTને હોસ્ટ કરવા માટે હા કહે છે, તો નિશ્ચિત રીતે બિગ બોસના OTT સિઝન 2ને વધુ પોપ્યુલર બનાવવામાં મદદ કરશે.

બિગ બોસ OTT સિઝન 1 બે મહિનાઓ સુધી ચાલ્યો હતો, જેની ટ્રોફીને એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલે પોતાના નામે કરી હતી. શોને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. ફિનાલેમાં દિવ્યાની ટક્કર પ્રતીક સહજપાલ, નિશાંત ભટ્ટ અને શમિતા શેટ્ટી સાથે હતી. પ્રતીક સહજપાલ શોનો રનરઅપ રહ્યો હતો. જોકે, પ્રતીક, નિશાંત અને શમિતા ત્રણેયને બિગ બોસ 15નો ભાગ બનવાની તક મળી હતી. પ્રતીક સહજપાલ આમાં પણ રનર અપ રહ્યો અને સિઝન 15ની ટ્રોફી તેજસ્વી પ્રકાશે પોતાના નામે કરી હતી.

‘બિગ બોસ ઓટીટી સિઝન 2’માં આ સ્ટાર્સ હોઈ શકે છે કન્ટેસ્ટન્ટ્સ

લોકઅપની પહેલી સિઝન જીત્યા બાદ મુનવ્વરના સિતારાઓ બુલંદી પર છે, આ કોમેડિયનને બિગ બોસ ઓટીટી સિઝન 2માં કામ કરવાની ઓફર મળી ગઈ છે. મુનવ્વર ઉપરાંત સનાયા ઈરાની, સુરભી ચંદના, નિયા શર્મા, મુનમુન દત્તા, સિદ્ધાર્થ નિગમ, પ્રતીક સહજપાલની બહેન પ્રેરણા સહજપાલ, મોડલ બશીર અલી શોનો ભાગ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp