સૈફ અલી ખાન, કરીનાના ઘરે આવ્યો નાનકડો મહેમાન, કરીનાએ આપ્યો છોકરાને જન્મ

PC: instagram.com

કરીના કપૂર ખાને પોતાના બીજા બાળકને જન્મ આપી દીધો છે. કરીનાએ આજે સવારે બીજા છોકરાને જન્મ આપ્યો છે. આ ખબર મળ્યા પછી તેમના ફેન્સ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને ઓગષ્ટ 2020માં તેમના ઘરે બીજા બાળક આવવાની જાહેરાત કરી હતી. કરીનાએ સૈફની સાથે મળીને સોશિયલ મીડિયા પર તેમના આવનારા બાળક અંગેની જાહેરાત કરી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

કરીના અને સૈફના ઘરે પુત્રના જન્મ પછી પટૌડી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કરીનાએ પોતાની પ્રેગનેન્સીમાં પણ લોકોને ફેશન ગોલ્સ આપ્યા છે. શરૂઆતના દિવસોમાં કરીના કપૂરને જીન્સ અને ટીશર્ટમાં જોવામાં આવી હતી. જોકે તેના મહિના વધવાની સાથે તેની ફેશનમાં પણ બદલાવ જોવા મળ્યો હતો. જીન્સને બદલે તે કફ્તાન, મેક્સી ડ્રેસ અને કુર્તા-પ્લાઝો જેવા આઉટફીટમાં જોવા મળી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

પહેલી વખત માતા બનવાની હતી તે જ રીતે તેણે આ વખતે પણ બાળકના જન્મના છેલ્લા સમય સુધી કામ કરવાનું ચાલું રાખ્યું હતું. આ અંગે વાત કરતા તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પ્રેગનેન્ટ મહિલાઓ શા માટે આ સમયમાં કામ ન કરી શકે. આ વાત મને સમજમાં આવતી નથી. મેં મારી આખી પ્રેગનન્સી દરમિયાન કામ કર્યું છે અને ડિલીવરી પછી પણ કરતી રહીશ. અસલમાં એક્ટિવ રહેવું ઘણું ફાયદાકારક હોય છે, તેનાથી તમારા બાળકની હેલ્થ પણ સારી રહે છે. પહેલી પ્રેગેનન્સી વખતે હું ઘણી નર્વસ હતી પંરતુ આ વખતે પહેલેથી તૈયાર છું.

 
 
 
View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

જણાવી દઈએ કે સૈફ અલી ખાને કરીના અને તૈમુરની સંભાળ રાખવા માટે તેના કામમાંથી બ્રેક લીધી છે. 20 ડિસેમ્બર 2016માં તૈમુરનો જન્મ થયો હતો. તે સમયે પણ કરીનાએ છેલ્લા સમુય સુધી કામ કર્યું હતું. તે સિવાય આ વખતે પણ તેણ છેલ્લે સુધી કામ કર્યું છે. છેલ્લે તે પુમા કંપનીની એડમાં જોવા મળી હતી. આ એડમાં તે પ્રેગનન્સી દરમિયાન કરી શકાય તેવા યોગા પોઝ કરતી જોવા મળી હતી. તે સિવાય બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ પ્રેગનન્સી દરમિયાન શીર્ષાસન કર્યું હતું. જાન્યુઆરી મહિનામાં જ અનુષ્કા અને વિરાટ કોહલીને ત્યાં બેબી ગર્લનો જન્મ થયો છે. બેબો અને સૈફને ત્યાં બીજા પુત્રના જન્મની ખબર મળતા જ બોલિવુડમાંથી પણ સિલેબ્સ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp