ડિવોર્સના 6 વર્ષ બાદ પણ પૂર્વ પતિ કરિશ્મા કપૂરને દર મહિને આટલા રૂપિયા આપે છે

PC: india.com

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. કરિશ્મા એક એવી અભિનેત્રી છે જેની પર્સનલ લાઈફ તેના પ્રોફેશનલ લાઈફ પર ભારે પડી રહી છે. કરિશ્માએ 90ના દાયકામાં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેણે રાજા હિન્દુસ્તાની, દિલ તો પાગલ, હીરો નંબર 1 સહિતની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

કરિશ્માનું નામ ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ ત્યારે તેની સગાઈ અભિષેક બચ્ચન સાથે થઈ હતી. થોડા મહિનામાં જ બંનેની સગાઈ તૂટી ગઈ અને પછી કરિશ્માએ ઉતાવળમાં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા અને સેટલ થઈ ગઈ. લગ્ન પછી કરિશ્માએ તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા અને તેના કારણે તેની કરિયરમાં પણ ઘટાડો આવ્યો.

લગ્ન બાદ કરિશ્મા બે બાળકો કિયાન અને સમાયરાની માતા બની, પરંતુ સંજય સાથેના તેના સંબંધો બગડતા ગયા. 2003માં થયેલા આ લગ્ન 2016માં તૂટવાની અણી પર આવી ગયા અને બંનેના છૂટાછેડા થઈ ગયા. કરિશ્માએ સંજય અને તેના પરિવારના સભ્યો પર માનસિક અને શારીરિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો. કરિશ્માએ એક ઈન્ટરવ્યુમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે સંજયે હનીમૂન પર તેની બોલી લગાવી હતી અને તેને તેના મિત્ર સાથે સૂવા માટે મજબૂર કરી હતી.

પરિણામે, બંનેએ છૂટાછેડા પર જ સંબંધનો અંત લાવવાનું યોગ્ય માન્યું. આમ તો કરિશ્માથી છૂટાછેડા લેવા માટે સંજયે ભારે કિંમત ચૂકવવી પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે કરિશ્માને કરોડો રૂપિયાનું ભથ્થું ચૂકવવું પડ્યું હતું. આ સિવાય બાળકોના ઉછેર અને અન્ય ખર્ચાઓ માટે સંજય લગ્ન તૂટ્યાના 7 વર્ષ પછી પણ કરીશ્માને દર મહિને લગભગ 10 લાખ રૂપિયા આપે છે. કરિશ્માથી છૂટાછેડા બાદ સંજયે ત્રીજા લગ્ન કર્યા છે. તેમની પત્નીનું નામ પ્રિયા સચદેવ છે. બંનેને એક પુત્ર પણ છે. પ્રિયાના પણ સંજય સાથે બીજા લગ્ન છે.

તમને યાદ અપાવી દઈએ કે લગ્ન તૂટ્યા પછી, જ્યારે કરિશ્મા કપૂર વેબ સીરિઝ 'મેન્ટલહુડ' દ્વારા એક્ટિંગની દુનિયામાં ફરી પાછી આવી ત્યારે તેણે એક ઈન્ટરવ્યુમાં પોતાની પર્સનલ લાઈફનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણીએ તેના લગ્ન તૂટવાનું કારણ જણાવતા સંજય કપૂર પર ઘણા આક્ષેપો કર્યા હતા. પિંકવિલાના રિપોર્ટ્સ અનુસાર, સંજય લગ્ન બાદ કરિશ્માને ખૂબ જ ટોર્ચર કરતો હતો અને દબાણ કરતો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કરિશ્મા હનીમૂન પર ગઈ ત્યારે સંજયે મિત્રો સાથે તેની બોલી લગાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp