કઠુઆકાંડના આરોપીઓનું માથું કાપીને લાવનારને 50 લાખ આપશે આ એક્ટર

PC: pinimg.com

જમ્મુ-કાશ્મીરમાં થયેલા કઠુઆ રેપ કેસ વિશે બોલિવુડ અભિનેતા એઝાઝ ખાનેને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેણે જણાવ્યું છે કે કઠુઆ રેપ કેસના આરોપીઓનું માથું કાપીને લાવનારને 50 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. તેણે જણાવ્યું હતું કે જે લોકો હાથમાં તિરંગો લઈને આરોપીઓના બચાવ પક્ષમાં ઊભા છે તેમને શરમ આવવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે હું કાશ્મીરના આતંકીઓને કહેવા માગું છું કે આ તમામને મારો, કેમ કે સાચા ગુનેગારો તો એ જ છે.

એઝાઝે આ વીડિયોમાં ખૂબ અભદ્ર ભાષોનો ઉપયોગ કર્યો છે. ખૂબ ગુસ્સામાં જણાઈ રહેલા એઝાઝે કહ્યું હતું કે જો મારા હાથમાં હોત તો હું આ તમામ આરોપીઓનું માથુ કાપી નાખત. તેણે આ વીડિયોમાં ઉન્નાવ કેસ વિશે પણ વાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp