આ 3 લોકો સાથે ડિનર કરવા માગે છે કેટરીના કેફ, PM મોદીનું નામ પણ સામેલ

PC: wwmindia.com

'ભારત' ફિલ્મની રાહ દર્શકો ઘણા સમયથી જોઈ રહ્યા છે. ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કેફની જોડી એકસાથે જોવા મળશે. બંને કલાકાર ખૂબ ધગશ સાથે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાન અને કેટરીનાએ એકબીજા વિશે રોચક વાતો કરી હતી.

ઈન્ટરવ્યૂ દરમિયાન કેટરીનાને પૂછવામાં આવ્યું હતું કે, કયા ત્રણ લોકો સાથે તે ડિનર કરવા માગે છે. કેટરીના સમજી-વિચારીને આ પ્રશ્નનો જવાબ આપ્યો અને ત્રણ નામ જણાવ્યા હતા. કેટરીનાએ પહેલું નામ અમેરિકન એક્ટ્રેસ મર્લિન મનરોનું લીધું હતું. બીજું નામ તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લીધું અને ત્રીજું નામ તેણે ફોર્મર યુનાઈડેટ સ્ટેટ સેક્રેટરી કોંડોલીઝા રાઈઝનું લીધું હતું.

જ્યારે સલમાનનો વારો આવ્યો તો તેણે પહેલા તો મજાકિયા અંદાજમાં કહ્યું કે, હું આઈ, મી અને માય સેલ્ફની સાથે ડિનર કરવાને લઈને વધુ કમ્ફર્ટેબલ ફીલ કરીશ. હું બહાર ડિનર પર જવા કરતા વધુ ઘરમાં પોતાની ફેમિલી સાથે ડિનર કરવાનું વધુ પસંદ કરું છું. તેણે આ સવાલના ગોળ-ગોળ જવાબો આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp