TRP લિસ્ટમાં આ શોને હરાવવામાં KBC પણ નિષ્ફળ

PC: jiocricketplayalong.org

દર્શકોમાં ટીવી શોઝને લઈને પણ ખાસ્સો ક્રેઝ જોવા મળે છે. તેને કારણે દરેક ચેનલ્સનાં શોઝ વચ્ચે TRPની લડાઈ થતી રહેતી હોય છે. હાલનાં TRP લિસ્ટની વાત કરીએ તો આ રેસમાં નાગિન 3 હજુ પણ પહેલા નંબર પર છે. 35 અઠવાડિયાનાં TRPની વાત કરીએ તો આ લિસ્ટમાં ફરી એકવાર એકતા કપૂરનાં શો નાગિન-3એ પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. આ શો જ્યારથી ઓનએર થયો છે, ત્યારથી તે પહેલા નંબર પર જ છે. ગત અઠવાડિયાથી શરૂ થયેલા અમિતાભ બચ્ચનનો કોન બનેગા કરોડપતિ શો પણ તેને પહેલા સ્થાન પરથી હટાવવામાં નિષ્ફળ રહ્યો છે. લોકોમાં KBCનો ક્રેઝ જોતાં લાગ્યું હતું કે તે TRPની લિસ્ટમાં તે આગળ નીકળી જશે, પરંતુ આ શો TRP લિસ્ટમાં 7માં નંબર પર છે.

જ્યારે, યે રિશ્તા ક્યા કેહલાતા હે આ વખતે 2જો નંબર મેળવવામાં સફળ રહ્યો છે. નાગિન-3 અને યે રિશ્તા ક્યા કેહલાતા હેની વ્યૂઅરશિપમાં બહુ મોટો ફરક નથી. ત્રીજા નંબર પર કુંડલી ભાગ્ય, પાંચમાં નંબર પર કુમકુમ ભાગ્ય અને છઠ્ઠા નંબર પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે, સાતમાં નંબર પર કોન બનેગા કરોડપતિ અને આઠમાં નંબર પર ઈશ્ક સુભાન અલ્લાહ છે, જેની આ લિસ્ટમાં બહુ લાંબા સમય પછી એન્ટ્રી થઈ છે. નવમાં નંબર પર શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી છે, જેની વ્યૂઅરશિપમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ લાગે છે કે આ તમામ સિરીયલને આવતા અઠવાડિયાથી શરૂ થતો સલમાન ખાનનો રિયાલિટી શો બિગ બોસ 12 જબરદસ્ત ટક્કર આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp