વિદેશમાં પણ કાયમ છે શાહરુખનો જલવો, 'પઠાણ'એ 2 દિવસમાં કમાયા આટલા અબજ રૂપિયા

PC: twitter.com

પઠાણ આવ્યો અને દુનિયાભરમાં છવાઈ ગયો. પઠાણની સાથે બોલિવુડના બાદશાહર શાહરુખ ખાનનું બોક્સ ઓફિસ પર એવું ખાતું ખુલ્યું કે થિયેટર્સ માલિકોની ચાંદી થઈ ગઈ. 'પઠાણ'ની સફળતાની ઉજવણી  દરેક દિવસની કમાણીથી ડબલ થઈ રહી છે. ફિલ્મે બીજા દિવસે સ્થાનિક માર્કેટમાં 70 કરોડ રૂપિયા કમાયા છે. તો વર્લ્ડ વાઈડનો આંકડો પણ ડંકો વગાડી રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના કહેવા પ્રમાણે, પઠાણ ફિલ્મે માત્ર બે દિવસમાં વર્લ્ડવાઈડ 2.35 અબજ એટલે કે 235 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ફિલ્મે પહેલા દિવસે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચીને 106 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હિન્દી સિનેમાના ઈતિહાસમાં આ સૌથી મોટી ઓપનિંગ સાબિત થઈ છે. પોસ્ટ પેનડેમિક જ્યાં મોટાભાગની ફિલ્મોનું કલેક્શન 50 કરોડ સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું ત્યાં 'પઠાણે' પહેલા જ દિવસે આટલી કમાણી કરી રેકોર્ડ બનાવી લીધો છે. બીજા દિવસે પણ 'પઠાણ'નો જાદુ બરકરાર રહ્યો છે. વળી રજાનો દિવસ હોવાથી ફિલ્મને તેનો પૂરો ફાયદો મળ્યો છે.

બીજા દિવસે એટલે કે પ્રજાસત્તાક દિવસે ભારતમાં કુલ 70 કરોડની કમાણી થઈ હતી, જ્યારે પહેલા દિવસે 54 કરોડની કમાણી કરી હતી મતલબ બે દિવસમાં જ શાહરુખની ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. જ્યારે વર્લ્ડવાઈડ 100 કરોડનો આંકડો પહેલા દિવસે જ પાર થઈ ગયો હતો અને બીજા દિવસે તે વધીને 235 કરોડ રૂપિયા થઈ ગયું છે.

'પઠાણે' બે દિવસના વર્લ્ડવાઈડ કલેક્શનમાં KGF 2ને પાછળ છોડી દીધી છે. 'પઠાણે' બોલિવુડને જીવતદાન આપ્યું હોવાનું કહી શકાય તેમ છે. 2022નું આખું વર્ષ2-4 ફિલ્મોને છોડીને સૌ માટે ખરાબ રહ્યું છે. રોમાંચ, એક્શન, રોમાન્સથી ભરપૂર 'પઠાણ' ફિલ્મ શાહરુખની ડૂબતી નૈયાને તારવાનું કામ કરી રહી છે. શાહરુખ દીપિકાની કેમેસ્ટ્રી, શાહરુખનો એક્શન મોડ, સલમાનનો કેમિયો અને જ્હોનને નેગેટિવ રોલમાં જોવો ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે. ફિલ્મ રીલિઝના વિરોધ વચ્ચે પણ આટલો રિસપોન્સ મળવો ઘણી સારી વાત છે. શાહરુખ ખાને ચાર વર્ષ પછી મોટા પડદાં પર કમબેક કર્યું છે. હવે 'પઠાણ' સિવાય શાહરુખ પાસે 'જવાન' અને 'ડંકી' ફિલ્મ લાઈનમાં છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp