26th January selfie contest

'પઠાણ' ફિલ્મ જોવાનો પ્લાન હોય તો આ રિવ્યૂ વાંચી લો, લોકોને ગમી કે નહીં, જાણો

PC: bollywoodhungama.co,

શાહરુખ ખાનના ફેન્સની આતુરતાનો આખરે અંત આવી ગયો છે. ફાઈનલી પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા કિંગ ખાનની કમબેક ફિલ્મ 'પઠાણ' ભારે વિરોધ બાદ દેશભરના થિયેટરોમાં રીલિઝ થઈ ગઈ છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી ફિલ્મથી બોલિવુડના બાદશાહે 4 વર્ષ પછી મોટા પડદાં પર કમબેક કર્યું છે. આ ફિલ્મનો બઝ તેના ગીત બેશરમ રંગથી જ બનેલો છે અને સાથે શાહરુખ-દીપિકાની ફિલ્મના એડવાન્સ બુકિંગે પણ રેકોર્ડ તોડી નાખ્યા છે.

'પઠાણ' દ્વારા શાખરૂખની ચાર વર્ષ પછી પાછા ફરવાની ખુશીની ઉજવણી તો તેના ફેન્સ કરી જ રહ્યા છે સાથે શાહરુખ ખાનની આ સ્પાય થ્રિલર ફિલ્મમાં તેનો એક્શન અવતાર લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. યશરાજ બેનર હેઠળ બનેલી સ્પાઈ થ્રિલર ફિલ્મમાં શાહરુખ ખાન એક રો એજન્ટ બન્યો છે અને રોમાન્સ છોડીને તે એક્શન જોનરમાં ઉતર્યો છે. તેની સાથે આ ફિલ્મમાં લાંબા સમય પછી દીપિકા પણ જોવા મળી છે. આ ફિલ્મનો પહેલો શો સવારના 6 વાગ્યાનો હતો.

એડવાન્સ બુકિંગ સિવાય પણ સવારથી થિયટરોમાં લોકો 'પઠાણ'ની ટિકીટ લેવા માટે લાઈનમાં ઊભા હતા. આ ફિલ્મને જોયા પછી થિયેટરમાંથી બહાર નીકળેલા દર્શક શાહરખના આ નવા અંદાજથી ઘણા ખુશ છે. સોશિયલ મીડિયા એવા ટ્વિટર  પર ઓડિયન્સ ફિલ્મને લઈને પોતાના રિવ્યુઝ આપી રહ્યા છે. ટ્વિટર પર લોકો પઠાણ ફિલ્મના વખાણ કરતા થાકી રહ્યા નથી અને સાથે જ સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનના પણ વખાણ કરી રહ્યા છે.

શાહરુખનની આ ફિલ્મને એક ટિપીકલ બોલિવુડ ફિલ્મની સાથે એક હાઈ વોલ્ટેજ ડ્રામા ફિલ્મ કહી છે. ફિલ્મની સ્ટોરી ઘણી શાનદાર છે. તરણ આદર્શ અને સુમીત કડેલ જેવા સમીક્ષકોએ ફિલ્મને પહેલેથી જ બ્લોકબસ્ટર કહી દીધી છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો કાશ્મીરમાંથી 370 કલમ હટાવી લીધા પછી પડોશી દેશમાં હડકંપ મચી જાય છે. તેવામાં પાકિસ્તાન એક હાઈટેક પ્રાઈવેટ આતંકવાદીને હાયર કરે છે. આ આંતકવાદી ગ્રુપનો લીડર એક સમયે ઈન્ડિયન ઈન્ટેલિજન્સ ફોર્સનો ભાગ રહી ચૂકેલો જ્હોન અબ્રાહમ હોય છે. તેની સાથે થયેલી એક ઘટના તેને દેશના વિરોધમાં જવા પર મજબૂર કરી દે છે. જેનો લક્ષ્ય એક વાયરલ દ્વારા ભારતમાં તબાહી મચાવવાનો છે.

ઈન્ડિયન ઈન્ટેલિજન્સને તેની માહિતી મળતા તેના વિરુદ્ધ લડવા માટે તે પોતાના એજન્ટ પઠાણને આ મિશન સોંપવામાં આવે છે. જેમાં તેની મુલાકાત રુબીના મોહસીન(દીપિકા) સાથે થાય છે. જેના પછી બંને મળીને કેવી રીતે જ્હોનને રોકે છે તે જોવા માટે થિયેટરમાં જવું પડશે. સિદ્ધાર્થ આનંદની આ ફિલ્મમાં સંપૂર્ણમાત્રામાં મસાલો છે. પાવરપેક્ડ એક્શન, એક્ઝોટિક લોકેશન, રોમાન્સ, કોમેડી, ડાયલોગબાજી, દેશભક્તિથી ભરેલી આ ફિલ્મ ફેન્સ માટે પૈસા વસૂલ સાબિત થઈ શકે છે. સ્ટોરીના મામલે ફિલ્મ ભલે થોડી પાછળ પડતી હોય પરંતુ જે રીતે એક્શન અને ડાયલોગ્સ લખવામાં આવ્યા છે તે કમી ઢંકાઈ જાય છે. ફર્સ્ટ હાફ થોડો લાંબો છે પરંતુ જે પોઈન્ટ પર ઈન્ટરવલ આપ્યો છે તેના પછી તમને સેકન્ડ હાફ જોવાની ઉતાવળ કરશો.

ફિલ્મનું VFX, સિનેમેટોગ્રાફી, એક્શન સીકવન્સ અને મ્યુઝીક ઘણું સારું છે. દુબઈ, પેરિસ, અફઘાનિસ્તાન હોય કે આફ્રિકા દરેક જગ્યાને બખૂબી દેખાડવામાં આવી છે. સ્ક્રીન પર પઠાણ એક લાર્જર ધેન લાઈફની ફિલીંગ આપે છે. સચિત અને અંકિત બલહારાનું મ્યુઝિકે પોતાનું કામ ઈમાનદારીથી નીભાવ્યું છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ ફિલ્મ દરમિયાન થ્રિલ અને એક્સાઈટમેન્ટને વધારે છે. શાહરુખ ચાર વર્ષ પછી ફેન્સની આશા પર ખરો ઉતર્યો હોવાનું લાગશે. શાહરુખને એક્શન કરતો જોવો તેમના ફેન્સ માટે ટ્રિટથી ઓછું નથી.

પરફેક્ટ હીરોની ભૂમિકામાં શાહરુખ ફીટ બેસે છે તો પાવરપેક એક્શન કરતી દીપિકા પણ જોર લાગી રહી છે. જ્હોન અબ્રાહમ હંમેશાં સ્ટાઈલિશ એક્ટર રહ્યો છે વિલનના રૂપમાં તે એકદમ ફીટ થઈ રહ્યો છે અને આખી ફિલ્મ દરમિયાન પોતાના એંગ્રી ઈમોશનને એક સરખા રાખ્યા છે. ડિમ્પલ કાપડીયા અને આશુતોષ રાણાએ પણ તેમની એક્ટિંગ ઘણી બખૂબી નિભાવી છે. તેમની હાજરી ફિલ્મને એક બેલેન્સ આપે છે. ફિલ્મમાં દરેક એલિમેન્ટ આપવામાં આવ્યા છે જેની દર્શકને તલાશ હોય છે. પઠાણ દર્શકો માટે ફુલ પાવરપેક સાબિત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp