વેલેન્ટાઇન ડે પર રીલિઝ થયેલી 'લવ આજ કલ' ફિલ્મે જુઓ પહેલા દિવસે કેટલી કમાણી કરી

PC: twitter.com

તમે ઘણીવાર સોશિયલ મીડિયા પર યુવાઓનું રિલેશનશીપ સ્ટેટસ જોયું હશે ‘ઈટ્સ કોમ્પિકેટેડ’. ઈમ્તિઆઝ અલીની ‘લવ આજ કલ’ પણ પ્રેમ અને રિલેશનશીપના તે જ કોમ્પ્લિકેશનને દર્શાવે છે. પ્રેમ અઘરો છે અને તે ક્યારેય પરફેક્ટ નહીં હોય શકે. ફિલ્મના નિર્દેશક ઈમ્તિઆઝ અલીએ આ મુદ્દા પર ‘લવ આજ કલ’ને બનાવી છે. આજથી 11 વર્ષ પહેલા દીપિકા-સૈફની ફિલ્મ આ જ નામે આવી હતી. જેમાં પણ બે દશકાના પ્રેમની કહાનીઓને વર્ણવામાં આવી હતી. આ વખતે પણ ઈમ્તિઆઝ તેની આ ફિલ્મમાં એ જ ફોર્મેટની સાથે આગળ વધે છે.

Image

વેલેન્ટાઇન ડેના દિવસે રીલિઝ થયેલી ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત અને સારા અલી ખાન, કાર્તિક આર્યન સ્ટારર ‘લવ આજ કલ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે સારી કમાણી કરી છે. આ ફિલ્મે કાર્તિક આર્યનની આગળની તમામ ફિલ્મોના પહેલા દિવસના રેકોર્ડની તોડી નાખ્યો છે. પહેલા પતિ પત્ની ઔર વો ફિલ્મે પહેલા દિવસે 9.10 કરોડની કમાણી કરી હતી. જ્યારે લુકાછૂપ્પી ફિલ્મે 8.01 કરોડની કમાણી કરી હતી. એવું લાગતું હતું કે, મલંગ ફિલ્મને કારણે પહેલા દિવસે ‘લવ આજ કલ’ ફિલ્મને અસર પડશે, પણ તેવું જોવા નહોતું મળ્યું. વેલેન્ટાઇન ડેનો આ ફિલ્મને સારો ફાયદો મળ્યો હતો. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના રિપોર્ટ મુજબ ‘લવ આજ કલ’ ફિલ્મે પહેલા દિવસે 12.40 કરોડની કમાણી કરી છે. ફિલ્મના સારા રિવ્યૂ પણ મળી રહ્યા છે.

વેલેન્ટાઈન પર રીલિઝ થયેલી ‘લવ આજ કલ’ જોવા જતા પહેલા વાંચી લો કેવી છે આ ફિલ્મ

સ્ટોરીઃ

પહેલી ફ્રેમથી જ સ્ટોરી પાસ્ટ અને પ્રેસેન્ટમાં સાથે ચાલે છે. કરિયર ઓરિએન્ટેડ ઝોઈ(સારા અલી ખાન) આજના સમયની યુવતી છે. જે કોઈપણ સીરિયસ રિલેશનશીપમાં એટલા માટે નથી રહેવા ઈચ્છતી કારણ કે તે તેના કરિયરમાં બાધા નહીં બની જાય. એક રાતે તેની મુલાકાત પોતાની જ દુનિયામાં ખોવાયેલા વીર(કાર્તિક આર્યન) સાથે થાય છે. તે એક પ્રોગ્રામિંગ એન્જિનિર હોય છે. ઝોઈ અને વીરની મુલાકાત થાય છે અને બંને એકબીજાના પ્રેમમાં પડે છે.

ઝોઈ જ્યાં કામ કરે છે તે જગ્યાનો માલિક રઘુ(રણદીપ હુડ્ડા) હોય છે. જે ઝોઈને તેના 90ના દશકાની પ્રેમ કહાની અંગે વાત કરે છે. 90ના દશકાનો રઘુ(કાર્તિક આર્યન, રણદીપ હુડ્ડાની યુવાવસ્થા) ઉદયપુરમાં તેની ક્લાસમેટ લીના(આરુષિ શર્મા)ના પ્રેમમાં પડી જાય છે. બંને તે સમયમાં તેમના લવ અફેરને કારણે બદનામ થઈ જાય છે. ઝોઈ પર રઘુ અને લીનાની લવ સ્ટોરીનો એવો પ્રભાવ પડે છે કે તે વીરની તેની જિંદગીમાં અગત્યતા સમજી જાય છે. આગળ શું થાય છે તે માટે ફિલ્મ જોવી પડશે.

અભિનયઃ

સ્મોલ ટાઉન સ્કૂલ બૉયના રૂપમાં કાર્તિક સારો લાગે છે. પણ વીરના પાત્રમાં તેને કંઇ ખાસ તક મળતી નથી. ઝોઈના રૂપમાં સારા સુંદર અને આત્મવિશ્વાસી લાગી, પણ તે અમુક જગ્યાએ લાઉડ બની જાય છે. ફિલ્મનું સંગીત તેનો પ્લસ પોઈન્ટ છે. નવોદિત આરુષિ શર્મા લીનાના પાત્રમાં સહજ અને સુંદર અભિનય કરે છે. તે પોતાનું પાત્ર ભજવવામાં સફળ રહી. રણદીપ હુડ્ડાને ફિલ્મમાં વધારે સ્ક્રીન મળી નથી. જો તમે સારા અલી ખાન, કાર્તિક આર્યન અને ઈમ્તિઆઝની ફિલ્મોના પ્રશંસક હોઉં તો જ ફિલ્મ જોઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp