મધુબાલાના પરિવારે તેની બાયોપિક પર વાંધો ઉઠાવ્યો

PC: orissapost.com

આમ તો બોલિવુડમાં ઘણી બધી આદાકારાઓ છે. પણ મધુબાલા જેવું તો કોઇ જ નથી. ‘મુઘલ એ આઝમ’ જેવી ગ્રાન્ડ ફિલ્મોમાં નજર આવેલી મધુબાલાએ પોતાના કરિયરમાં મોટી સફળતા જોઇ છે. પણ તેના ચાહકોને એ વાતનો અફસોસ રહી ગયો છે કે, તે નાની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી ગઇ હતી.

થોડા દિવસો પહેલા પદ્મિનિ કોલ્હાપુરીના પતિ અને ફિલ્મ પ્રોડ્યુસર ટૂટૂ શર્માએ મધુબાલાની બાયોગ્રાફી ‘મધુબાલા – દર્દ કા સફર’ના કોપીરાઇટ્સ હાંસલ કર્યા હતા. તે મધુબાલા પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ સમાચાર આવ્યા બાદ મધુબાલાની બહેન મધુર ભૂષણે આ મુદ્દે આપત્તિ વ્યક્ત કરી હતી. મધુરે કહ્યું હતું કે, જો આ ફિલ્મ બને છે, તો તે મેકર્સ વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવામાં સંકોચ ન કરશે. આ મુદ્દા પર ટૂટૂ શર્માનું રીએક્શન આવી ગયું છે.

મીડિયા સાથેની વાતચીતમાં ટૂટૂ શર્માએ કહ્યું કે, મેં આ બાયોપિક ફિલ્મને બનાવવા માટે એલાન કર્યું છે. તે મિસ સુશીલા કુમારીની લખેલી બાયોગ્રાફી બુક ‘મધુબાલા – દર્દ કા સફર’ પર આધારિત છે. આ બુક વર્ષોથી પબ્લિક ડોમેનમાં જ છે. મધુબાલા એક ફેમસ પબ્લિક ફિગર હતી. મને લાગે છે કે, તેની વાર્તા લોકો સુધી પહોંચવી જોઇએ. ટૂટૂ શર્મા સમજે છે કે, કાયદામાં ચોખવટ છે કે, તમે કોઇપણ પબ્લિક ફિગરના જીવનનો કોપીરાઇટ ન લઇ શકો. ભલે તે તમારા પોતાના કેમ ન હોય.

તેમણે આગળ કહ્યું કે, જો આવું કંઇ હોત તો આપણે ફેમસ ફિગર્સની ઉપર બનેલી આટલી બધી બાયોપિક ન જોઇ હોત. જેટલા પણ દાવા કરવામાં આવે છે. તે બધા બેકાર છે અને તે વિશે મારી લીગલ ટીમ નીરાકરણ કાઢી રહી છે. ટૂટૂ શર્માને સવાલ પૂછ્યો હતો કે, શું મધુબાલાની પર્સનલ લાઇફને આ બાયોપિકમાં બતાવશે કે નહીં. તેમણે કહ્યું કે, જે પણ બુકમાં લખાયું છે તે જ હું બતાવીશ.

મધુબાલાની બહેન મધુર ભુષણની વાત કરીએ તો, તેમણે એ ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, જો ફિલ્મને બનાવવાની તેમની વાતને ન માનવામાં આવશે તો તેઓ કાયદાકીય પગલા લેશે. જે પણ લોકો એવી ફિલ્મો બનાવે છે તેમને કોર્ટ સુધી લઇ જવા જોઇએ. હું એક યોદ્ધા છું, હું આના માટે લડીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp