એસ.એસ.રાજામૌલી કહે-મારા જીવનનો એક જ ઉદ્દેશ્ય, 10 ભાગોમાં બનાવીશ મહાભારત પર ફિલ્મ

PC: in.mashable.com

ભારતીય સિનેમાને ‘બાહુબલી’ અને ‘RRR’ જેવી સુપરહિટ ફિલ્મ આપનારી લોકપ્રિય ડાયરેક્ટર એસ એસ રાજામૌલીની આગામી ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જાઇ રહ્યા છે. આ દરમિયાન રાજામૌલીએ ખુલાસો કર્યો છે કે તેઓ લાંબા સમયથી ધર્મગ્રંથ મહાભારત પર ફિલ્મ બનાવવાનું સપનું જોઇ રહ્યા છે અને તેને જલ્દીથી પુરી પણ કરશે.

એસ એસ રાજામૌલીએ હૈદરાબાદમાં 14થી 16 એપ્રિલ 2023ના રોજ થયેલા એક ઇવેન્ટમાં આ વાત કહી હતી. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન તેમને મહાભારતને લઇને સવાલ પુછવામાં આવ્યો કે તેઓ ટેલિવિઝન પર 266 એપિસોડના શો મહાભારને એક ફિલ્મમાં બદલવાના પોતાના લાંબા સપનાને પુરું કરશે. શું તેઓ આગામી પ્રોજેક્ટ્સનો હિસ્સો પણ બનશે.

તેના જવાબમાં તેમણે કહ્યું કે, આ મારા માટે મુશ્કેલ સવાલ છે. જો હું મહાભારત બનાવવાની વાત કરું છું, તો મને મહાભારતનું સંસ્કરણ જે દેશમાં ઉપલબ્ધ છે, એ બધાને વાંચતા એક વર્ષ લાગી જશે. હું એ બધાને વાંચવા માગુ છું. હું ફક્ત એ માની શકુ છું કે, આ ફિલ્મ 10 ભાગોમાં હશે.

તેમણે આગળ કહ્યું કે, તેમના જીવનનો આ ઉદ્દેશ્ય છે. અત્યાર સુધી જે પણ ફિલ્મો તેમણે બનાવી છે, તે ફિલ્મોએ તેમને મહાભારતને કઇ રીતે બનાવવી તે શીખવ્યું. રાજામૌલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ પોતાના દર્શકો અને આ દેશના લોકો માટે ફિલ્મ બનાવવા માગે છે તો ડાયરેક્ટરે હસીને કહ્યું કે, તેઓ પોતાના માટે મહાભારત બનાવવા માગે છે.

આ પહેલા એક ઇન્ટર્વ્યુમાં રાજામૌલીએ કહ્યું હતું કે, તેમણે કેટલાક ધર્મગ્રંથોનું અધ્યયન કર્યું છે. તિર્થયાત્રા કરી છે. ભગવા વસ્ત્ર પણ ધારણ કર્યા છે. એસ એસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને દેશની સાથે સાથે વિશ્વભરથી ખૂબ પ્રેમ મળ્યો છે. તે સિવાય તેમની ફિલ્મ બાહુબલી અને બાહુબલી-2ને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. જાન્યુઆરી 2023માં રાજામૌલીએ ન્યુયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ એવોર્ડ્સમાં સર્વશેષ્ઠ નિર્દેશકનો પુરસ્કાર જીત્યો હતો. તેમની ફિલ્મ ‘RRR’ના નાટૂ નાટૂ ગીતને ઓસ્કર એવોર્ડ મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp