વારંવાર કિસ કરવાની પારસની હરકતથી માહિરાની મા પરેશાન, જુઓ વીડિયોમાં શું કહ્યું

PC: twitter.com

બિગ બોસમાં હાલમાં પારસ અને માહિરા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. બંને વચ્ચે નિકટતા વધી રહી છે. જોકે, પહેલા માહિરા એવું કહેતી હતી કે તેના પરિવારમાં અફેરની પરવાનગી નથી. જો ક્યારેય પણ તેનો બૉયફ્રેન્ડ બન્યો તો તેના ઘરવાળા તેનું ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેશે. પણ ઘરમાં થોડા દિવસ રહ્યા બાદ માહિરા અને પારસની મિત્રતા થઈ અને ધીમે ધીમે તેઓ નિકટ આવ્યા.

આવનારા દિવસોમાં બિગ બોસમાં ફેમેલી વીક જોવા મળશે. જેમાં સ્પર્ધકોના ફેમેલી મેમ્બર તેમને ઘરમાં મળવા આવશે. જેમાં માહિરા શર્માની માતા પણ ઘરમાં આવે છે. જેમાં તે પારસ જોડે તેની દીકરી અંગે વાત કરે છે.

શોનો એક પ્રોમો રીલિઝ થયો છે. જેમાં માહિરાની માતા ઘરમાં આવે છે. તે દરમિયાન તે પારસને પણ મળે છે. તે પારસની ગર્લફ્રેન્ડ વિશે વાત કરે છે. તે પારસને કહે છે કે તારી ગર્લફ્રેન્ડ આકાંક્ષા ઘણી સુંદર છે. ત્યાર બાદ તરત તે પારસને કહે છે કે, તે માહિરાને કિસ નહિ કરે. આ દરમિયાન માહિરા તેની માતાને જોયા કરે છે અને પારસના ચહેરા પર સ્માઈલ હોય છે.

 
 
 
View this post on Instagram

Tomorrow's precap !

A post shared by BIGG BOSS JASSOS 🕵️‍♂️👁️ (@biggbossjassos) on

હાલમાં જ એક એપિસોડમાં જ્યારે માહિરાએ પારસને કિસ કરવાની ના પાડી હતી. તો પારસ તેને કહે છે કે તે ત્યારે જ તેની પાસેથી જશે જો તે એને કિસ કરવા દે.

માહિરા ગુસ્સામાં કહે છે કે, એક દિવસ પારસના હોઠ કાપી નાખીશ. કારણ કે તે પારસની કિસિંગ કરવાની ટેવથી પરેશાન છે. ત્યાર બાદ પારસ માહિરાને કહે છે કે, તે જ બતાવે કે તેની સાથે કેવું વર્તન કરવું જોઈએ. પણ એટલામાં જ પારસ માહિરાને કહે છે કે, મજા તો તું પણ લે છે.

પારસનું આટલું જ કહેતા માહિરા ગુસ્સે થઈ જાય છે અને તે પારસને કહે છે કે જરા રિસપેક્ટથી વાત કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp