નેશનલ ઍવોર્ડ વિનર ગુજરાતી યુવાનની બૂક ‘મહોતું’ હવે ફિલ્મ સ્વરૂપે, જુઓ ટ્રેલર

07 Dec, 2017
01:15 PM

નેશનલ ઍવોર્ડ વિનર યુવાન ગુજરાતી વાર્તાકાર રામ મોરીના બહુ વખણાયેલા વાર્તાસંગ્રહ ‘મહોતું’ પરથી હવે ફિલ્મ પણ તૈયાર થઈ છે. ડિરેક્ટર વિજયગિરિ બાવા દ્વારા તૈયાર થયેલી આ ફિલ્મનું ટ્રેલર આજે લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ‘મહોતું’ના પાત્રો અને પરિવેશને તાદૃશ વણવાયા છે. ફિલ્મમાં આદ્યા ત્રિવેદી, હેપી ભાવસાર, મેહુલ સોલંકી, કલ્પના ગડેકર, આરતી ઝાલા, ભાવિ પંડ્યા અને ઘનશ્યામ પટેલ જેવા કલાકારોએ અભિનય કર્યો છે. તો ફિલ્મનું સંગીત મેહુલ સુરતી આપ્યું છે.