26th January selfie contest

પુરુષો નહીં પણ મહિલાઓને કારણે મેં દેશ છોડ્યોઃ મલ્લિકા શેરાવત

PC: instagram.com

અભિનેત્રી મલ્લિકા શેરાવત પોતાની ફિલ્મોમાં બોલ્ડ રોલને કારણે ઓળખાતી હતી. તેણે 2003માં ફિલ્મ ખ્વાહિશથી બોલિવુડ ડેબ્યૂ કર્યું હતું. પણ મર્ડર ફિલ્મ દ્વારા તે ખૂબ જ જાણીતી થઇ ગઇ હતી. હાલમાં જ અદાકારાએ બોલિવુડમાં પોતાના ખરાબ અનુભવને યાદ કર્યા. તેણે જણાવ્યું કે કઇ રીતે તેના વિશે ખરાબ લખવામાં અને બોલવામાં આવતું હતું. આનાથી મજબૂર થઇને તેણે દેશ છોડવાનો નિર્ણય લીધો હતો.

મલ્લિકા શેરાવતે કહ્યું, પાછલા અમુક વર્ષોમાં સમાજ વિકસિત થયો છે. જ્યાં લોકો બોલ્ડ ફિલ્મો પ્રત્યે વધારે જાગૃત બન્યા છે. જ્યારે તેણે શરૂઆત કરી હતી ત્યારે લોકો ખૂબ ટોણા મારતા હતા. લોકો કહેતા કે તે મહિલામાં લાજ નથી. તેની પાસે કોઇ નૈતિકતા નથી. તે બિકની પહેરે છે. જુઓ તેણે કેવા સીન્સ કર્યા છે. સ્ક્રિન પર કિસિંગ સીન આપે છે. આ બધુ અનુભવનો એક ભાગ છે. હું વાસ્તવમાં ખુશ છું કે સમાજમાં ઘણો વિકાસ થયો છે. લોકો વધારે સહિષ્ણુ બન્યા છે. આજે લોકો માટે ન્યૂડિટી કોઇ મોટી વાત નથી.

શેરાવતે આગળ કહ્યું, તેને મીડિયાના એક નિશ્ચિત વર્ગ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય રૂપે મહિલાઓ સામેલ હતી. કારણ કે પુરુષોને તેની સાથે ક્યારેય કોઇ સમસ્યા થઇ નહોતી. પુરુષોએ હંમેશા મારી પ્રશંસા કરી છે. મને સમજમાં ન આવ્યું કે આ મહિલાઓ મારા વિરોધમાં શા માટે છે. માટે અમુક સમય માટે મેં દેશ છોડી દીધો કારણ કે હું બ્રેક ઇચ્છતી હતી. પણ આજે તેઓ મને સ્વીકાર કરી રહ્યા છે. તેઓ મને વધારે પ્રેમ કરી રહ્યા છે. જેનો મને આનંદ છે.

 
 
 
View this post on Instagram

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

જણાવીએ કે કરિયરમાં શરૂઆતી સફળતા પછી મલ્લિકા શેરાવત વિદેશ જતી રહી અને હોલિવુડ અને ચીનમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં કામ કર્યું. છેલ્લીવાર અદાકારાને આરકે/આરકેવાઈમાં જોવામાં આવી હતી. હવે મલ્લિકા શેરાવત ટૂંક સમયમાં ઈશા ગુપ્તાની સાથે સ્ટ્રીમિંગ સીરિઝ નકાબમાં જોવા મળશે. આ વેબ સીરિઝમાં ગૌતમ રોડે પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. આ શો એક ક્રાઇમ થ્રીલર જણાઇ રહ્યો છે. આ પહેલા ટેલિવિઝન રિયાલિટી ટીવી શો બિગ બોસમાં પણ મલ્લિકા શેરાવત જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp