હનુમાનજીને ભક્ત કહેનારો મનોજ હવે તેમને ભગવાન કહે છે, બોલ્યો- હાથ જોડીને...

PC: indiatoday.in

ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂનના રોજ સિનેમઘરો રીલિઝ થઈ ગઈ હતી. ફિલ્મની રીલિઝ બાદ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી. ફિલ્મના ડાયલોગ્સને અભદ્ર કહેવામાં આવ્યા હતા અને પાત્રોના લૂક્સના કારણે સનાતન ધર્મની મજાક ઉડાવવા સુધીના આરોપ મેકર્સ પર લગાવવામાં આવ્યા. મેકર્સ સાથે જ ફિલ્મના લેખક મનોજ મુંતશીરે આદિપુરુષને ખૂબ સપોર્ટ કર્યો, પરંતુ અંતે હવે તેણે માફી માગી લીધી છે.

ટ્વીટ કરીને શું કહ્યું મનોજ મુંતશીરે?

મનોજ મુંતશીરે ટ્વીટર પર ફિલ્મ ‘આદિપુરુષ’ વિવાદ પર રીએક્ટ કરતા માફી માગી છે. મનોજ મુંતશીરે પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘હું સ્વીકારું છું કે, ફિલ્મ ‘આદિપુરુષ’થી જન ભાવનાઓને ઠેસ પહોંચી છે. પોતાના બધા ભાઈઓ, બહેનો, મોટેરા, પૂજ્ય સાધુ-સંતો અને શ્રીરામના ભક્તો પાસે હું હાથ જોડીને, કોઈ પણ શરત વિના માફી માગું છું. ભગવાન બજરંગબલી અમારા બધા પર કૃપા કરે, અમને એક તરફ અતૂટ રહીને પોતાના પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે.’

લેખક મનોજ મુંતશીરને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘પહેલા તો ખૂબ સપોર્ટ કરી રહ્યો હતો, હવે શું થયું. કાચિંડાની જેમ રંગ બદલી રહ્યો છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘મિત્રો તેની વાતોમાં ન આવતા, કામ મળવાનું બંધ થઈ ગયું તો તેવર બદલાઈ રહ્યા છે.’ એક યુઝરે આદિપુરુષના ડાયલોગ અંદાજમાં લખ્યું કે, ‘આ તારી ફોઈનો બગીચો છે, જે પહેલા અમારા ધર્મ અને ભગવાનોની મજાક ઉડાવી અને હવે માફી માગવા આવ્યો છે. મનોજ મુંતશીર માટે કેટલાક ટ્વીટર યુઝર્સે અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે. તો કેટલાક યુઝરોએ તેમની આ માફીના વખાણ કર્યા છે.

ફિલ્મ ‘આદિપુરુષ’ રીલિઝ થયા બાદ મનોજ મુંતશીરે દરેક પ્રકારે પોતાને સાચો સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી વિવાદ હજુ વધી ગયો હતો. મનોજ મુંતશીરે અહી સુધી કહી દીધું હતું કે હનુમાન ભગવાન નથી, ભક્ત છે. તો એક અન્ય નિવેદનમાં તેણે કહ્યું હતું કે, કેટલાક લોકો છે જે ફિલ્મને આજથી નહીં, ડે-વનથી ટારગેટ કરી રહ્યા છે. અમે ક્યારેય ફિલ્મને શુદ્ધતાના પ્રમાણ પર સેલ કરી નથી. અમે આજ સુધી એમ બોલ્યા નથી કે અમે એવી ફિલ્મ બનાવી રહ્યા છીએ જે પ્રામાણિક રૂપે એ જ ભાષાનો પ્રયોગ કરી રહ્યા છીએ જે ભાષા વાલ્મિકીએ લખી હતી. જો મારે શુદ્ધતા પર જવું હોત તો પછી હું પોતાની ભૂલ માનતો, પરંતુ ત્યારે તેને સંસ્કૃતમાં લખવાનું હોત અને ત્યારે હું લખતો જ નહીં કેમ કે મને સંસ્કૃત લખવાનું આવડતું નથી.

શું હતો વિવાદ?

પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન અભિનીત ફિલ્મ ‘આદિપુરુષ’ ન માત્ર દર્શકોની આશાઓ પર ખરી ન ઉતરી શકી, પરંતુ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ પણ લોકોએ આપત્તિ દર્શાવી હતી. રાવણના લુકથી લઇને ફિલ્મના ઘણા ડાયલોગ્સ સુધી પર ખૂબ વિવાદ થયો હતો. અંતે ફિલ્મના કેટલાક ડાયલોગ બદલવામાં આવ્યા હતા, પરંતુ આખી આદિપુરુષ ટીમ મોટા ભાગે એ વાત પર અડગ હતી કે ફિલ્મને આજ મુજબ ઢાળવામાં આવી છે. એવામાં પહેલી વખત મનોજ મુંતશીરે સીધી રીતે માફી માગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp