26th January selfie contest

મિયા ખલીફાએ ખરીદી 2.5 લાખની વાઈનની બોટલ, કારણ જાણી તમે પણ કરશો વખાણ

PC: instagram.com

પોર્ન ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી ચુકેલી મિયા ખલીફા હવે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. મિયા અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરે છે. સાથે જ તે દેશ-વિદેશમાં થનારા પોલિટિકલ અને સોશિયલ ઈશ્યૂઝ વિશે પણ વાત કરે છે. મિયા ખલીફાએ વાઈન એન્જોય કરતા એક નવો ફોટો શેર કર્યો છે. આ ફોટાની સાથે તેણે એક ખાસ વાત જણાવી છે. લેબનાનમાં જન્મેલી મિયા ખલીફાને પોતાના વતન સાથે ખૂબ જ પ્રેમ છે. એવામાં હવે તેણે લેબનાનની વાઈન એન્જોય કરતો ફોટો શેર કર્યો છે. આ વાઈનની કિંમત 3000 ડૉલર એટલે કે આશરે 237469 રૂપિયા છે. આખરે, મિયાએ આટલી મોંઘી વાઈન શા માટે ખરીદી? આ અંગે તેણે પોતે પોતાની પોસ્ટમાં ખુલાસો કર્યો છે.

વાઈનની બોટલ સાથે બેઠેલી મિયા ખલીફા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું, મારા મિત્રો વિચારી રહ્યા છે કે હું પાગલ થઈ ગઈ છું કારણ કે, મેં 3000 ડૉલરની વાઈન ખરીદી, જ્યારે હું ભાગ્યે જ દારૂ પીઉં છું. પરંતુ, મારા માટે આ વાઈન ખૂબ જ મહત્ત્વની છે. મારા માટે તે લેબનાનના ખુશી ભર્યા પળોના ઈતિહાસનો હિસ્સો છે.

સિવિલ વોર પહેલા, બેરૂતમાં બ્લાસ્ટ પહેલા, આર્થિક તબાહી પહેલા, એર રેડ પહેલા, દિલ દુઃખવા અને ભારી ઈમિગ્રેશન પહેલા, ભૂ-રાજકીય અને સામાજિક આર્થિક ટેન્શન પહેલા, અલવિદા અને કૃપા કરી અમારા માટે દુઆ કરવી અને ડોનેશન કરવુ- તે પહેલા, અમારામાંથી ઘણા લોકોના જન્મ લેતા પહેલા એક લેબનાન હતું, જેને લોકો ક્યારેય ઓળખી નહીં શકશે.

આ વાઈનનો સ્વાદ લેવો સુંદર હતું. તેનો રંગ ગાઢ થઈ ગયો છે અને સ્વાદમાં ખટાશ આવી ગઈ છે. એકદમ એવી જ જેવુ તે દેશમાં થયુ છે, જેમાં ઉગેલી દ્રાક્ષમાંથી તેને બનાવાવમાં આવી છે. પરંતુ, તેના આફ્ટર ટેસ્ટે મને ચોંકાવી દીધી. મધ અને માખણ જેવો. વિસ્કી જેવો સ્મૂધ અને ઘણીવાર સુધી અનુભવાતી મિઠાસ સાથે.

અંદરથી લેબનાનના લોકો માત્ર પ્રેમ કરવા માંગે છે, ખાવાનું ખાવા માંગે છે, નાચવા માંગે છે અને શાંતિથી પોતાના સુંદર દેશની ધરતી પર મરી જવા માંગે છે, અને ઈચ્છે છે કે તમે તેમને એ માટીમાં દફનાવો જેના પર જાદુઈ દ્રાક્ષ થાય છે.

મિયા ખલીફાની આ પોસ્ટને ફેન્સનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. ઘણા ફેન્સ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે તેને અને લેબનાનને પ્રેમ મોકલ્યો છે. એક યુઝરે લખ્યું, તું પૃથ્વી પર એક પરી છે. બીજીએ લખ્યું, શાંતિ, પ્રેમ, લેબનાન. મિયા ખલીફા પોતાના બોલ્ડ લુક્સ માટે પણ ચર્ચામાં રહે છે. હાલ તે પોતાની પર્સનલ લાઈફ પર ધ્યાન આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp