26th January selfie contest

બિગ બી, અક્ષય કુમાર, સલમાન ખાન, આમીરમાંથી કોનું ઘર છે સૌથી મોંઘુ

PC: bollywoodlife.com

બોલિવુડના સુપરસ્ટાર કહેવાતા મોટા કલાકારો એક ફિલ્મમાંથી કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે. જ્યારે પણ ફિલ્મ સિવાય એના કોઈ પાસાની વાત કરવામાં આવે છે ત્યારે એમની લાઈફસ્ટાઈલ સૌથી વધારે ચર્ચામાં રહે છે. એમના ઘરની વાત કરવામાં આવે તો એ કોઈ આલિશાન મહેલથી કમ નથી. બોલિવુડના કલાકાર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમીર ખાન અને અક્ષય કુમારના ઘરની કિંમત કરોડો રૂપિયામાં છે. જોઈએ કોના ઘરની કેટલી કિંમત

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન પાસે બે બંગલા છે. જેનું નામ પ્રતીક્ષા અને જલસા છે. એવું પણ કહેવાય છે કે, હાલ તે જલસામાં રહે છે એ બંગલાની કિંમત રૂ.160 છે. જલસા પહેલા તેમણે પ્રતીક્ષા બંગલો ખરીદ્યો હતો. જેની કિંમત રૂ.80 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાનના બંગલાનું નામ મન્નત છે. જે એક પેલેસ સમાન છે. એવું પણ જાણવા મળ્યું હતું કે, આ બંગલાની કિંમત રૂ.200 કરોડ છે. જ્યાં કિંગ ખાન, પત્ની ગૌરી અને બાળકો ઘણા વર્ષોથી રહે છે. કિંગ ખાનનું આ ઘર ખૂબ જ સુંદર છે. મુંબઈની મુલાકાતે આવનાર દરેક વ્યક્તિ આ બંગલો જોવાનું કે ત્યાંથી પસાર થવાનું ભૂલતો નથી. કિંગ ખાને બાઈ ખોરશેદ ભાનુ સંજના પાસેથી આ પ્રોપર્ટી ખરીદી હતી. વર્ષ 2001માં આ ઘરને મન્નત નામ આપવામાં આવ્યું હતું.

અક્ષય કુમાર

વર્ષની પાંચથી છ ફિલ્મ અને ફ્રી ટાઈમમાં એડ કરીને પૈસા કમાઈને અક્ષય કુમાર ખરા અર્થમાં કમાણીની દ્રષ્ટિએ પણ ખિલાડી છે. જુહુ વિસ્તારમાં એનું ઘર ખૂબ જ સુંદર છે. જ્યાંથી અફાટ સમુદ્ર દેખાય છે. જેની કિંમત રૂ.80 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. પોતાના ઘરનું ફર્નિચર ખુદ ટ્વિકલ ખન્નાએ ડિઝાઈન કર્યું છે. એના ઘરનું લોકેશન એવી રીતે છે કે ત્યાંથી મુંબઈમાં થતો સનસેટ આસાનીથી અને સ્પષ્ટ દેખાય છે. પોતાના ઘરના ફોટો ટ્વિંકલ અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. આ ઉપરાંત તેણે પોતાની એક લાયબ્રેરી પણ બનાવી છે. આ ઉપરાંત વિશાળ ગાર્ડન પણ સારી રીતે ડેકોરેટ કર્યું છે.

 

આમીર ખાન

બોલિવુડના મિ. પરફેક્ટ મુંબઈના બ્રાંદ્રા વિસ્તારમાં રહે છે. જ્યાં તે પોતાના પરિવાર સાથે રહે છે. જે પાંચ હજાર સ્ક્વેરફીટમાં છે. આ ઘરની કિંમત રૂ.60 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. તે ફ્રીદા એપાર્ટમેન્ટમાં રહે છે. જે કાર્ટર રોડ પર આવેલું છે. આમીરનું અગાઉનું ઘર પાલી હિલ વિસ્તારમાં આવેલું હતું. જ્યાં તે બેલા વિસ્તા એપાર્ટમેન્ટમાં રહેતો હતો. જે હવે રિનોવેટ કરી દેવાયું છે. અનુરાધા પરીખ નામની ડીઝાઈનરે એના ઘરનું રાચરચીલું તૈયાર કર્યું છે.

સલમાન ખાન

આમ તો સલમાન ખાન પોતાના ફાર્મ હાઉસ પરથી અનેક એવા ફોટો શેર કરી ચૂક્યો છે. પણ જ્યારે રહેવાની વાત આવે ત્યારે ગેલેક્સી એપાર્ટમેન્ટ એના દિલથી ખૂબ જ નજીક છે. આ વાત સલમાને પોતાના ઈન્ટરવ્યૂમાં પણ કહી હતી. છેલ્લા 40 વર્ષથી તે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘરની કિંમત રૂ.60 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ મીડિયા રિપોર્ટ પરથી એટલું કહી શકાય છે કે, શાહરૂખ ખાન સૌથી મોંઘા આલિશાન ઘરમાં રહે છે. તે ખરા અર્થમાં બાદશાહી જીવન જીવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp