ફેમિલી એન્ટરટેઈન્મેન્ટ 'જુગ જુગ જિયો' જોવા જતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

PC: pinkvilla.com

વરુણ ધવન અને કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતુ સિંહની આ ફિલ્મે રીલિઝ થતા જ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ફેમિલિ ડ્રામા એન્ટરટેઈનર આ ફિલ્મ એક પૂરુ પેકેજ છે. ક્રિટિક્સે તો પહેલા જ આ ફિલ્મને ધમાકેદાર કહી દીધી છે. હવે જનતા શું રિએક્શન આપે છે તે ફિલ્મના રીલિઝ થવા પછી ખબર પડી રહ્યું છે. ક્રિટિક્સની સાથે બોલિવુડના સિલેબ્સે પણ ફિલ્મ 'જુગ જુગ જિયો' પર પોતાનો પ્રેમ જાહેર કર્યો છે. હવે પબ્લિકને પણ આ ફેમિલી ડ્રામા પસંદ આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા રિએક્શનની વાત કરીએ તો લોકોને વરુણ અને કિયારાની જોડી ઘણી પસંદ આવી રહી છે. મૂવી લવર્સમાં 'જુગ જુગ જિયો'ને જોવાનો એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કદાચ આ પહેલા વરુણ અને કિયારા કોઈક જ ફિલ્મને લઈને આટલો ઉત્સાહ જોવા મળ્યો હશે. ફિલ્મમાં રોમાન્સ, કોમેડી, હાર્ટબ્રેક સહિતના તમામ એન્ગલ હાજર છે. ડિવોર્સ જેવા ગંભીર મુદ્દાને ફિલ્મમાં કોમેડી દ્વારા ઘણી સારી રીતે દેખાડ્યો છે.

લોકો સ્ક્રીનપ્લે અને રાજ મહેતાના ડિરેક્શનના વખાણ કરતા થાકી નથી રહ્યા. યુઝર્સે ફિલ્મને બ્લોકબસ્ટર કહી દીધી છે. એક્ટિંગની વાત કરીએ તો વરુણ ધવનની દિવસે દિવસે એક્ટિંગ સારી થતી જાય છે પરંતુ આ ફિલ્મમાં સીરિયસ લૂક તેની પર સૂટ નથી થઈ રહ્યો. જ્યારે વરુણ ધવનની સામે અનિલ કપૂરની ઝક્કાસ કોમેડી જીતી જાય છે. મનીષ પૌલનું પાત્ર પણ વરુણના પાત્ર પર ભારે પડતું જોવા મળ્યું છે. પ્રાજક્તાનો રોલ ઘણો નાનો છે પરંતુ, તેની એક્ટિંગ સારી છે. નીતુ સિંહ અને કિયારા અડવાણીની પણ એક્ટિંગ સારી જોવા મળી છે. ઘણા સમય પછી નીતુ સિંહને મોટા પડદાં પર જોવામાં આવ્યા છે. ફિલ્મની સ્ટોરી જૂની જ છે પરંતુ, તેને નવી રીતે રજૂ કરી છે. ક્રિટિક્સના સારા રિવ્યુ મળ્યા છે પરંતુ, ફિલ્મમાં કંઈ ખાસ નથી જોવા મળ્યું. છતા લોકોના રિવ્યુને જોતા લાગી રહ્યું છે કે, તે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp