ડૉ.હાથીના અંતિમ સંસ્કારમાં બબિતા કેમ ગુસ્સે થઈ

PC: tosshub.com

9 જુલાઈના રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડૉ.હાથીની ભૂમિકાથી ફેમસ બનેલા કવિ કુમાર આઝાદનું નિધન થયું હતું. તેમના અચાનક નિધનથી તેમના પરિવારજનો સાથે સિરિયલની ટીમ પણ ખૂબ જ દુખી હતી, કારણ કે બધા વર્ષોથી એક બીજા સાથે કામ કરતા હતા. તેમના અંતિમ સંસ્કારમાં અનેક સેલિબ્રિટી સામેલ થયા હતા, જેમાં સિરિયલમા બબિતાના રોલમાં જોવા મળતી મુનમુન દત્તાનો પણ સમાવેશ થાય. પરંતુ મુનમુન દત્તા અંતિમ સંસ્કારમાં હાજર લોકોની હરકતોથી ગુસ્સે થઈ ગઈ હતી.

તેણે સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા અમુક લોકોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને લખ્યું હતું કે, લોકોના વ્યવહારથી હું દુખી છું, જ્યારે અમે ડૉક્ટર હાથીને અંતિમ વિદાઇ આપી હતી, અંતિમ સંસ્કાર પહેલા લોકો સેલ્ફી લઇ રહ્યા હતા. અમારા ફેસ પર ફોનની લાઇટ મારી રહ્યા હતા. હસી રહ્યા હતા. વીડિયો બનાવી રહ્યા હતા.

તેણે વધુમાં લખ્યું હતું કે, ભલે તે આંટી હોય કે અંકલ હોય કે યંગ લોકો હોય. આ ખૂબ જ શરમજનક હતું. આ દર્શાવે છે કે, લોકોના હૃદયમાં જરા પણ બીજા માટે ઇજ્જત નથી. આવા તણાવપૂર્ણ માહોલમાં પણ  આ લોકો સેલ્ફી ખેંચી રહ્યા છે, જેથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકે. આવા સમયમાં પબ્લીક ક્યારેય રિસ્પેક્ટ દર્શાવવા નથી આવતી, બસ સેલિબ્રિટી જોવા અને ફોટો ખેંચાવા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp