2.0 બાદ આ ફિલ્મથી ધમાલ મચાવશે રજનીકાંત, સાથે નજર આવશે નવાઝુદ્દિન સિદ્દીકી

PC: hindustantimes.com

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની હાલમાં રિલીઝ ફિલ્મ 2.0 બોક્સ ઓફિસ પર કમાણીના રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. આની વચ્ચે રજનીકાંત પોતાની નવી ફિલ્મને લઇને ટ્વીટર પર ટ્રેંડ કરી રહ્યા છે. રજનીકાંતની ફિલ્મ 'પેટા' સોશિયલ મીડિયા પર ફેન્સને દિવાના બનાવી રહી છે. તમને જણાવી દઇએ કે રજનીકાંતે પોંગલ પર ફિલ્મ 'પેટા' નુ પોસ્ટર રિલીઝ કર્યુ હતુ. બોલીવુડ એક્ટર નવાજુદ્દીન સિદ્દીકી પણ આ ફિલ્મમાં રજનીકાંતની સાથે નજર આવશે.

નવાઝુદ્દિન સિદ્દીકીએ પોતાના ટ્વીટર હેંડલ પર ફિલ્મનો લુક શેર કર્યો હતો. આ ફિલ્મમાં નવાઝ સિગાર સિંહનો રોલ પ્લે કરશે. નવાઝુદ્દીન સિદ્દીકીને સોશિયલ મીડિયા પર આ ફિલ્મ માટે ઘણો પોઝીટીવ રિસ્પોન્સ મળી રહ્યો છે. ફેન્સ દિલ ખોલીને બોલીવુડમાં નવાઝુદ્દીન સિદ્દીકીનુ સ્વાગત કરી રહ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકીના સિવાય ફિલ્મ 'પેટા' માં રજનીકાંતની સાથે એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણન નજર આવશે. ફિલ્મની રિલીઝ ડેટનો ખુલાસો હજી થયો નથી. રજનીકાંતની આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાંઘરોમાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp