26th January selfie contest

Valentines Day: આ વ્યક્તિએ નેહાને કર્યું પ્રપોઝ, કહી દિલની વાત, જૂઓ વીડિયો

PC: instagram.com

બોલિવુડની સિંગર નેહા કક્કડને Valentines Dayના દિવસે એક એવા વ્યક્તિએ ઘૂંટણીયે બેસીને પ્રપોઝ કર્યું, જેને કોઈ નથી જાણતું. આ અંગેનો ખુલાસો નેહા કક્કડે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને કર્યો છે. નેહા કક્કડ પોતની સિંગિંગ ઉપરાંત, સ્માઈલ અને બબલી ઈમેજ માટે પણ જાણીતી છે. તેના વ્યવહારમાં પણ હંમેશાં તે જોવા મળે છે. નેહા સાથે જ્યારે પણ કોઈ મળવા કે વાત કરવા આવે ત્યારે તેના ચહેરા પર એક મીઠી સ્માઈલ હોય છે. આજ કારણ છે કે, જ્યારે અડધી રાત્રે Valentines Day શરૂ થયો ત્યારે નેહા કક્કડના કલીગ દીપાંશુ નારંગે હાથમાં બુકે અને ગિફ્ટ લઈને તેને Valentines Day વિશ કર્યું હતું.

મેહા કક્કડે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં નેહાનો કલીગ દીપાંશુ તેને Valentines Day વિશ કરી રહ્યો છે. તેણે નેહાના હાથમાં બુકે આપીને તેને વિશ કર્યું હતુ. નેહા કક્કડે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યુ હતુ કે, આગલા દિવસની રાત્રે બેક સ્ટેજ પર... Valentines Day સરપ્રાઈઝ. હું ખૂબ જ લકી છું કે દીપાંશુ નારંગ જેવા નેહાર્ટ મળ્યા. લવ માટે નેહાર્ટ્સ, અહીં નેહાર્ટનો મતલબ નેહાને ચાહનારા એવો થાય છે. નેહા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોને એક કલાકમાં આશરે 6 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

 
 
 
View this post on Instagram

It was in my dream When I first saw you Dreams were many But that was new Your smile seemed familiar But it was hard to remember And the eyes were so deep That I could stare forever You came towards me With a silent smile Kissed my eyes And hugged me for a while The moment was so magical Which I can't even express But my heart beats revealed That you were my princess My eyes were closed Still I could feel your touch Heart beats collapsed But it didn't bother much And then I saw your tears Rolling down your cheeks Because it was time For you to leave I tried to stop you And you promised to come soon A drop of tear remained in my hand And you left towards the moon All of a sudden I came out of my dream Opened my eyes to see The reality I am in The dream was eternal When my eyes were closed But my eyes can't find the face Which I wanted to see the most I love you girl❤️ @nehakakkar #nehakakkar Happy Valentine’s ❤️

A post shared by Deepanshu Narang (@neha_holic_deep) on

નેહા કક્કડે હાલમાં જ સ્ટેજ પરફોર્મન્સનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં તે પોતાના સુપરહિટ સોંગ તુ ચીજ બડી હૈ મસ્ત-મસ્ત પર પોતાના ડાન્સથી ધમાલ મચાવી રહી હતી. પોતાના કથિત બ્રેકઅપ બાદથી જ નેહા અવાર-નવાર પોતાના વીડિયોઝ શેર કરી રહી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp