Video: મૂસેવાલાની હત્યાના 26 દિવસ બાદ રીલિઝ થયું સોંગ, 6 મિનિટમાં જ થઇ ગયું હિટ

PC: theguardian.com

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના 26 દિવસ બાદ રીલિઝ થયેલું સોંગ 6 મિનિટમાં જ હિટ થઈ ગયું. 2 કલાકમાં સોંગને 22 લાખ લોકોએ જોઈ લીધું. સિદ્ધુ મૂસેવાલા પોતાના આ અંતિમ સોંગ દ્વારા પંજાબ અને હરિયાણા વચ્ચે ચાલી રહેલા SYL મુદ્દાને હવા આપી ગયો. સોંગમાં સિદ્ધુ મૂસેવાલા દ્વારા કૃષિ કાયદાને લઈને શરૂ થયેલા ખેડૂત આંદોલન અને લાલ કિલ્લાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલી 6 મિનિટમાં સોંગને 4.75 લાખ લોકોએ જોયું અને 3.14 લાખ લોકોએ લાઇક કર્યું.

શરૂઆતી 6 મિનિટમાં જ સોંગ એકદમ હિટ થઈ ગયું. બે કલાક બાદ સોંગને 22 લાખ લોકોએ જોયું, 14 લાખ લોકોએ સોંગને લાઇક કર્યું અને 2 લાખ 53 હજાર લોકોએ કમેન્ટ કરી. સિદ્ધુ મૂસેવાલાના નવા સોંગમાં પંજાબના પાણી અને તેની સાથે જોડાયેલા બીજા વિવાદિત મુદ્દાઓનો ઉલ્લેખ છે. સિદ્ધુ મૂસેવાલા આ સોંગ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના હરિયાણાના પ્રભારી સુશીલ ગુપ્તાનું નિવેદન ચાલી રહ્યું છે, જેમાં તેઓ વર્ષ 2024માં પંજાબની જેમ હરિયાણામાં પણ પોતાની પાર્ટીની સરકાર બનાવવા પર હરિયાણાને SYLનું પાણી અપાવવાની વાત કહી રહ્યા છે.

સોંગમાં સિદ્ધુ મૂસેવાલાએ 3 કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હી કૂચ અને લાલ કિલ્લા પર શિખ સમુદાયનું પ્રતીક નિશાન સાહિબ લહેરાવવાના વખાણ કર્યા છે. સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે જણાવ્યું કે, તેના પુત્રના ઘણા સોંગ રીલિઝ થવાના સ્ટેજ પર છે. સિદ્ધુએ ઘણા સોંગ લખ્યા પણ છે. આ બધાં સોંગને એક-એક કરીને રીલિઝ કરવામાં આવશે. સિદ્ધુ મૂસેવાલાની અરદાસ દરમિયાન તેના પિતા બલકૌર સિંહે કહ્યું હતું કે, તેઓ વાયદો કરે છે કે આગામી 5-7 વર્ષમાં પોતાના પુત્રને સોંગ દ્વારા બધા વચ્ચે જીવિત રાખશે.

29 મેના રોજ સાંજે સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સિદ્ધુ મૂસેવાલાનું નામ પંજાબના શાનદાર સિંગરોમાં સામેલ હતું. જોકે તેના સોંગને લઈને ખૂબ વિવાદ થતો હતો, પરંતુ તેમના સોંગ્સને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવતા હતા, એવામાં તેના મોતથી ફેન્સને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાડે આ હત્યાની જવાબદારી સોશિયલ મીડિયા પર લીધી હતી. લોરેન્સ બિશ્નોઇ હાલના દિવસોમાં પંજાબ પોલીસના રિમાન્ડ પર છે. તો ઇન્ટરપોલ ગેંગસ્ટર ગોલ્ડી બરાડ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp