DJ સ્નેકના સોંગ પર આ અભિનેત્રીએ કર્યા ક્રેઝી ડાન્સ મૂવ્સ, જુઓ વીડિયો

PC: instagram.com/niasharma90

જમાઈ રાજા સીરિયલ ફેમ નિયા શર્મા હાલમાં પોતાના એક ડાન્સ વીડિયોને લઈને ચર્ચામાં છે, જેમાં તે DJ સ્નેકના ગીત Magenta Riddim પર શાનદાર ડાન્સ મૂવ્સ બતાવી રહી છે. 1 દિવસ પહેલા શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 3.5 લાખથી ઉપર વ્યુ મળી ચૂક્યા છે.

ફેન્સ તેના ડાન્સિંગ સ્કીલના વખાણ કરતા જોવા મળ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહેલો જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં નિયાએ લખ્યું છે, ગોલ્ડ ઍવોર્ડ્સ 2018માં મને મારા ફેવરિટ Magenta Riddimની ધૂન પર ડાન્સ કરવાની તક મળી.

 

I also got my fav #magentariddim beats👿 #goldawards2018 @vikaaskalantri 🙏😊

A post shared by Nia Sharma (@niasharma90) on

જણાવી દઈએ નિયા શર્મા હાલમાં ટીવીથી દૂર વેબ સીરિઝમાં વ્યસ્ત છે, હાલમાં તે વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ટ્વીસ્ટેડ-2માં જોવા મળી હતી. આ ઘણી બોલ્ડ સીરિઝ હતી અને તેના માટે તેના વખાણ પણ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp