નોરા ફતેહીની આ પોનીટેલની કિંમત છે 2.5 લાખ રૂપિયા, Videoમાં પોતે જ જુઓ

PC: nstagram.com

અભિનેત્રી નોરા ફતેહીએ ફિલ્મ ‘સ્ટ્રીટ ડાંસર 3’ના ગરમી ગીતમાં ખરેખર માહોલમાં ગરમી લાવી દીધી. તેના આ વીડિયોને લોકોએ ખૂબ પંસદ કર્યો છે. પણ ચોંકાવનારી વાત તો એ છે કે, ફિલ્મામં નોરાની હેરસ્ટાઈલ પાછળ 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. નોરાએ કહ્યું, જ્યારે અમે ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે અમેન દુબઈમાં પોનીટેલ કસ્ટમ બાબતે જાણ થઈ.

 
 
 
View this post on Instagram

Extra AF 😎🔥 #SD3 #StreetDancer3D OUT TODAY ! @marcepedrozo @jerrydsouza6486 @suzan1304

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરા ફતેહીએ કહ્યું, મને અને માર્સેલો(નોરા ફતેહીનો મેકઅપ સ્ટાઈલિસ્ટ)ને એક મેન્યૂફેક્ચરર મળ્યો, જેને મારી માગને અનુરૂપ પોનીટેબ બનાવી. અમે ઈચ્છતા હતા કે શ્રદ્ધા સાથેના ફેસઓફ સીન દરમિયાન મારી પોની ટેલ લાંબી અને મોટી દેખાય, જેના દ્વારા સારો પ્રભાવ પડશે.

 
 
 
View this post on Instagram

Fierce 🔥 #SD3 #StreetDancer3D @marcepedrozo @jerrydsouza6486 @suzan1304 📷 @anups_

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરા ફતેહીની પોનીટેલ બનાવવા માટે 500 ગ્રામ વાસ્તવિક વાળનો ઉપરયોગ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, નોરા ફતેહી અને વરુણ-શ્રદ્ધા સ્ટારર ‘સ્ટ્રીટ ડાંસર 3’ રીલિઝ થઈ ચૂકી છે.

વાંચો કેવી છે ફિલ્મ ‘સ્ટ્રીટ ડાંસર 3’

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ઈનાયત(શ્રદ્ધા) અને સહેજ(વરુણ ધવન) બંને અનુક્રમે રુલ બ્રેકર્સ અને સ્ટ્રીટ ડાંસર ટીમના કેપ્ટન છે. બંને એકબીજા કરતા ઉપર છે એ સાબિત કરવામાં લાગેલા રહે છે. તેઓ એક ડાંસ કોમ્પિટીશનમાં ભાગ પણ લે છે, એ જાણવા કે કોણ વધારે શ્રેષ્ઠ છે. પણ ત્યાર બાદ એક વળાંક આવે છે. તે માટે તમારે ફિલ્મ જોવાની રહેશે.

ફિલ્મ એન્ટરટેનિંગ છે. ડાંસ દ્વારા દર્શકોના દિલમાં પ્રવેશ કરશે. ડાયરેક્ટર રેમોએ આ વખતે સારી ફિલ્મ બનાવી છે. ડાંસ ફિલ્મ હોવાના કારણે ફિલ્મમાં કોર્યોગ્રાફી પણ ખૂબ જ સુંદર છે. તો ફિલ્મનું સંગીત પણ જોરદાર છે. સાથે જ ફિલ્મમાં ઈમોશનલ તડકો પણ છે. વરુણ, શ્રદ્ધા અને પ્રભુદેવાએ સારું કામ કર્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ વિનર છે.

આ પહેલા ફિલ્મના ટ્રેલરને પણ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. સાથે જ ફિલ્મના ગીતો પણ લોકોને પસંદ આવી રહ્યા છે. આ ફિલ્મ આવતીકાલે રીલિઝ થનારી કંગના રણૌતની ફિલ્મ ‘પંગા’ સાથે ક્લેશ થશે. હવે જોવાનું એ રહેશે કે કઈ ફિલ્મ દર્શકોને વધુ પસંદ આવે છે.

જણાવી દઈએ કે, 2013માં આવેલી ફિલ્મ ‘ABCD2’નો આ ત્રીજો ભાગ છે. ફિલ્મના લેખક, કર્યોગ્રાફર અને નિર્દેશક રેમો ડિસૂઝા છે. આ ફિલ્મને પ્રોડ્યુસ ભૂષણ કમારે કરી છે. ફિલ્મમાં વરુણ અને શ્રદ્ધાની સાથે પ્રભુદેવા, નોરા ફતેહી, અપારશક્તિ ખુરાના, રાઘવ, ધર્મેશ, પુનીત સહિત ઘણાં કલાકારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp