નેશનલ ઍવોર્ડ વિનિંગ ગુજરાતી મૂવિ ‘હેલ્લારો’નું ટ્રેલર રીલિઝ

ફિલ્મઃ હેલ્લારો

ડિરેક્ટરઃ અભિષેક શાહ

પ્રોડ્યૂસરઃ આશિષ પટેલ, નિરવ પટેલ, આયુષ પટેલ, અભિષેક શાહ, મીત જાની, પ્રતીક ગુપ્તા

રીલિઝ ડેટઃ 8 નવેમ્બર, 2019

Hellaro Official Trailer

Here's the official trailer of Hellaro. Releasing on 8th November.

Posted by Hellaro on Thursday, 10 October 2019

હેલ્લારોને 2 કરોડ રૂપિયાનો ગુજરાત સરકાર તરફથી પુરસ્કાર...

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેશનલ ફિલ્મ ઍવોર્ડમાં બેસ્ટ ફીચર ફિલ્મ અને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો ઍવોર્ડ પ્રાપ્ત ગુજરાતી ફિલ્મોને રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારની ગુણવત્તાયુકત ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન નીતિ-2016 અન્વયે મુખ્યમંત્રીએ રૂપિયા બે કરોડનો પુરસ્કાર નેશનલ ફિલ્મ ઍવોર્ડમાં બેસ્ટ ફિચર ફિલ્મ નીવડેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને આપવાની જાહેરાત કરી છે.

તેમણે રૂપિયા એક કરોડનો પુરસ્કાર બેસ્ટ ગુજરાતી ફિલ્મ તરીકે નેશનલ ફિલ્મ ઍવોર્ડમાં જાહેર થયેલી ફિલ્મ ‘રેવા’ને આપવાનો પણ નિર્ણય કર્યો છે. વિજય રૂપાણીએ ગુજરાતી ચલચિત્રોનું ગૌરવ વધારવા માટે આ બે ફિલ્મો સાથે સંકળાયેલા સૌને અભિનંદન પાઠવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp