અક્ષય કુમારે જણાવ્યું ફિલ્મો થિએટરમાં કેમ ફ્લોપ થઈ રહી છે

PC: twitter.com

2024નું વર્ષ અક્ષય કુમાર માટે ખૂબ જ મુશ્કેલ હતું. તેમની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ અને ત્રણેય બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. આ દિવસોમાં તે ફિલ્મ 'સ્કાય ફોર્સ' માટે ચર્ચામાં છે. આ ફિલ્મ પાસેથી તેને ઘણી અપેક્ષાઓ છે. ફિલ્મ 'સ્કાય ફોર્સ' 24 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે વીર પહાડિયા અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં અક્ષય કુમારને પૂછવામાં આવ્યું હતું કે, ભારતીય સિનેમા આટલા મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, તેનું કારણ શું છે? બોક્સ ઓફિસ પર ફિલ્મો કેમ નિષ્ફળ જાય છે? આ અંગે અભિનેતા અક્ષય કુમાર કહે છે કે, બોક્સ ઓફિસ પર ફિલ્મો નિષ્ફળ જવાનું મુખ્ય કારણ OTT પ્લેટફોર્મનું આગમન છે. લોકોમાં OTT પ્લેટફોર્મની વધતી જતી લોકપ્રિયતાને કારણે, ફિલ્મો થિયેટરોમાં નિષ્ફળ જઈ રહી છે.

અક્ષયે મીડિયા સૂત્રોને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, 'હું ઘણા લોકોને મળું છું અને તેઓ ઘણીવાર કહે છે કે, અમે તેને OTT પર જોઈ લઈશું. બોક્સ ઓફિસ પર ફ્લોપ થવાનું આ જ સૌથી મોટું કારણ છે. અક્ષય આગળ કહે છે, કોવિડ દરમિયાન લોકોને ઘરે ફિલ્મો જોવા માટે ટેવાયેલા હતા, અને આજે પણ લોકો પોતાની સુવિધા મુજબ ઘરે આરામથી ફિલ્મો જોવા માંગે છે.

આ પહેલા પણ અક્ષયે પોતાની ફિલ્મોના ફ્લોપ વિશે વાત કરી છે. મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં અક્ષય કુમારે પણ આ જ વાત કહી હતી. આ મહામારીની ફિલ્મ ઉદ્યોગ પર ભારે અસર પડી છે. ફિલ્મોની વાત આવે ત્યારે લોકો હવે ખૂબ જ પસંદગીયુક્ત બની ગયા છે. આવી સ્થિતિમાં, એવો પ્રોજેક્ટ પસંદ કરવો જરૂરી બની જાય છે જે મનોરંજક અને કંઇક અલગ હોય. તે ઉમેરે છે, 'હવે કોઈપણ પિક્ચરની વાર્તા લેતા પહેલા, હું ધ્યાનમાં રાખું છું કે, તે વર્તમાન માંગ મુજબ અને થિયેટરોમાં ચાલશે કે નહીં. આવી સ્થિતિમાં, એવી વાર્તાની શોધ છે, જે ફક્ત લોકોનું મનોરંજન જ નહીં કરે પણ તેમની સાથે દિલથી જોડાય.

આ દિવસોમાં બોલિવૂડનો ખિલાડી એટલે કે અક્ષય કુમાર, ફિલ્મ 'સ્કાય ફોર્સ'નું પ્રમોશન કરી રહ્યો છે. 'સ્કાય ફોર્સ' ફિલ્મ એક દેશભક્તિપૂર્ણ ફિલ્મ છે. દેશભક્તિ પર આધારિત ફિલ્મો હંમેશા અક્ષય કુમારનો પ્રિય ક્ષેત્ર રહ્યો છે. તે 24 જાન્યુઆરીએ, પ્રજાસત્તાક દિવસ પહેલા રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં, અક્ષય કુમાર ભારતીય વાયુસેનાના અધિકારી છે. વર્ષ 2024માં, તેમણે 'ખેલ ખેલ મેં', 'સરફિરા' અને 'બડે મિયાં છોટે મિયાં'માં કામ કર્યું, પરંતુ એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp