બિગ બોસના આ સ્પર્ધકે 10 લાખ લઈને છોડ્યો શો, નામ જાણી ચોંકી જશો

PC: ndtvimg.com

રિઆલિટી ટીવી શો બિગ બોસ 13 આખરે ફિનાલે સુધી પહોંચી ગયો છે. તો હવે ઘરમાં બચેલા સભ્યોને લઈને એક મોટી ખબર સામે આવી છે. ફિનાલેના આ અઠવાડિયામાં જ્યાં માહિરા શર્મા મીડ વિક ઈવિક્શનમાં શોમાંથી બહાર થઈ ગઈ. ત્યાર બાદ બિગ બોસ 13માં હવે માત્ર 5 સ્પર્ધકો ટ્રોફી પર તેમની દાવેદારી નોંધાવી રહ્યા હતા, પણ હવે ન્યૂઝ આવી છે કે શોમાંથી એક દમદાર સ્પર્ધકે 10 લાખ રૂપિયા લઈને ફિનાલે પહેલા શો છોડી દીધો છે.

આ સ્પર્ધકનું નામ છે પારસ છાબરા, જેણે 10 લાખ રૂપિયા લઈને બિગ બોસના ઘરમાંથી વિદાઈ લઈ લીધી છે. આ વાતની જાણકારી એક ટ્વીટરના અકાઉન્ટે આપી છે. આ વાતની જાણ થતાં પારસ છાબરાના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે.

જણાવી દઈએ કે, બિગ બોસ 13ના ઘરમાં માત્ર 5 સ્પર્ધકો બચ્યા છે, જેમાં શેહનાઝ ગિલ, આસિમ રિયાઝ, સિદ્ધાર્થ શુક્લા, રશ્મિ દેસાઈ અને આરતી સિંહનો સમાવેશ થાય છે. આવતીકાલે ખબર પડી જશે કે બિગ બોસ 13 સીઝનની ટ્રોફી કોણ ઘરે લઈને જાય છે.

સાથે એવી પણ જાણકારી સામે આવી છે કે, પારસ બાદ આરતી સિંહ પણ ઘરમાંથી બેઘર થઈ ગઈ છે. ઓછા વોટને કારણે તે બિગ બોસ 13 ફિનાલે રેસથી બહાર થઈ ગઈ છે. જો આ વાત સાચી નીકળશે તો ત્યાર બાદ ટોપ 4માં શેહનાઝ ગિલ, આસિમ રિયાઝ, સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ જોવા મળશે. જણાવી દઈએ કે, સલમાન ખાન દ્વારા સંચાલિત આ શો આ વખતે ખાસ્સો વિવાદોમાં રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp