2.0 ના મેકર્સ માટે ચેલેન્જઃ શું તેઓ ફિલ્મને પાયરસીથી બચાવી શકશે

PC: Youtube.com

2018 સૌથી વધુ બજેટ વાળી ફિલ્મોનું વર્ષ રહ્યું. 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'નું બજેટ પણ સૌથી વધારે હતું. રજનીકાંતની બહુ ચર્ચિત ફિલ્મ 2.0 અને શાહરુખ ખાનની ઝીરો પણ સૌથી વધુ બજેટની છે તે રિલીઝ થવાની તૈયારીમાં છે. સૌથી વધુ બજેટ વાળી ફિલ્મો હિટ થાય તે પણ હવે એક ચિંતાનો વિષય બની ગયો છે. હવે તેમના માટે ચિંતાનો વિષય પાયરેસીથી બચવાનો પણ છે. તેમાં સૌથી વધારે ખતરો રજનીકાંતની ફિલ્મ 2.0 પર મંડરાવી રહ્યોં છે.

ફિલ્મ 2.0 રજનીકાંતનો બહુ મોટો પ્રોજેક્ટ છે. રજનીકાંત અને અક્ષય કુમારની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મને માર્કેટિંગ વધારે મળે તેવી શક્યતા છે. ફિલ્મમાં બોલિવૂડના ખેલાડી સ્ટાર અને સાઉથના મેગા સ્ટાર સાથે કામ કરતા જોવા મળશે. ફિલ્મની રિલીઝ પહેલા તેની પાયરેસી સાઈટના લીધે ચિંતા થઈ રહી છે. સાઈટનું નામ તમિલ રોકર્સ છે. સાઈટને પહેલાથી ફિલ્મ 2.0 ને જલ્દી સાઈટ પર રિલીઝ કરવાની જાહેરાત કરી દીધી છે.

વેબસાઈટએ પોતાના ટ્વિટર હેન્ડલથી ફિલ્મ 2.0ની રિલીઝની વાત કરી છે. ટ્વીટરમાં લખ્યું છે, 2.0 કમિંગ સૂન ઈન તમિલ રોકર્સ. તમને જણાવી દઈએ કે, સાઉથની ધાકડ ફિલ્મ સરકાર પણ તામિલ રોકર્સ દ્વારા લીક કરવામાં આવી હતી. ફિલ્મ સરકારના શાનદાર બિઝનેસ કર્યો હોવા છતા ફિલ્મ લિક થઈ જવાને લીધે તેની કમાણી પર અસર થઈ હતી.

છેલ્લા કેટલાય સમયથી જોવા મળી રહ્યું છે ફિલ્મ રિલીઝ થવાની સાથે જ લીક થઈ જશે. તેના લીધે ફિલ્મની કમાણી પર અસર થશે. નાના બજેટની ફિલ્મો માટે જ્યાં બજેટ નીકાળવું મુશ્કેલ થઈ જાય છે તો બીજી તરફ મોટા બજેટની ફિલ્મો ખર્ચો નીકળે તેટલી પણ કમાણી નથી કરી શકતી. તાજેતરમાં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન પર પણ પાયરેસીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ફિલ્મ લીક થઈ ગઈ છે. હવે જોવાનું એ રહ્યું તે રજનીકાંતની ફિલ્મ 2.0 કેટલી હદ સુધી પાયરેસીની ચપેટમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp