રાજ કપૂર સાંસ્કૃતિક દૂત હતા જેમણે ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર પહોંચાડ્યું: PM
PM નરેન્દ્ર મોદીએ જાણીતા અભિનેતા રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે તેમને એક સ્વપ્નદૃષ્ટા ફિલ્મ નિર્માતા, અભિનેતા અને શાશ્વત શોમેન તરીકે બિરદાવ્યા હતા. રાજ કપૂરને માત્ર એક ફિલ્મ નિર્માતા જ નહીં પરંતુ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ જનારા સાંસ્કૃતિક દૂત ગણાવતા PM મોદીએ કહ્યું કે ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોની નવી પેઢીઓ તેમની પાસેથી ઘણું શીખી શકે છે.
X પર એક થ્રેડ પોસ્ટમાં, PM મોદીએ લખ્યું હતું કે, આજે આપણે દિગ્ગજ રાજ કપૂરની 100મી જન્મજયંતિ ઉજવીએ છીએ! જેઓ એક સ્વપ્નદ્રષ્ટા, ફિલ્મ નિર્માતા, અભિનેતા અને શાશ્વત શોમેન હતા. તેમની પ્રતિભા ઘણી આગળ વધી અને ભારતીય અને વૈશ્વિક સિનેમા પર અમીટ છાપ છોડી છે.
રાજ કપૂરનો સિનેમા પ્રત્યેનો જુસ્સો નાની ઉંમરે શરૂ થયો હતો અને તેમણે એક અગ્રણી વાર્તાકાર તરીકે ઉભરી આવવા માટે સખત મહેનત કરી હતી. તેમની ફિલ્મોમાં કલાત્મકતા, લાગણી અને સામાજિક મુદ્દાઓનું મિશ્રણ જોવા મળતું. તેઓ સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ અને સંઘર્ષોને પ્રતિબિંબિત કરતા હતા.
રાજ કપૂરની ફિલ્મોના આઇકોનિક પાત્રો અને અવિસ્મરણીય સંગીત વિશ્વભરના પ્રેક્ષકો વચ્ચે ગુંજતું રહે છે. લોકો તેમની રચનાઓની પ્રશંસા કરે છે કે કેવી રીતે તેઓ વિભિન્ન વિષયોને સરળતા અને શ્રેષ્ઠતાની સાથે રજૂ કરતા હતા. તેમની ફિલ્મોનું સંગીત પણ અત્યંત લોકપ્રિય છે.
રાજ કપૂર માત્ર એક ફિલ્મ નિર્માતા ન હતા પરંતુ તેઓ એક સાંસ્કૃતિક રાજદૂત હતા જેઓ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર લઈ ગયા હતા. ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોની પેઢીઓ તેમની પાસેથી ઘણું શીખી શકે છે. હું ફરી એકવાર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને સર્જનાત્મક વિશ્વમાં તેમના યોગદાનને યાદ કરું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp