ગનીભાઈએ વાઇફ સાથે એવો ફોટો મૂક્યો કે લોકોએ કહ્યું દીકરી છે કે....

PC: indiatvnews.com

સાઉથના સુપરસ્ટાર ગણાતા પ્રકાશ રાજે પોતાની દમદાર એક્ટિંગ અને કોમેડીના દમ પર બોલીવુડમાં એક અલગ ઓળખ બનાવી છે. પોતાના બિંદાસ અંદાજને કારણે જાણીતા પ્રકાશ રાજ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

53 વર્ષના પ્રકાશ રાજ ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યો હતો. આ દરમિયાનના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. આ ફોટામાં તે પોતાની પત્ની પોની પ્રકાશની સાથે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતો નજરે પડે છે.

પ્રકાશનો આ પહેલો એવો ફોટો છે જેમાં તે રીતે મસ્તી કરતા જોવા મળી રહ્યો છે. વાયરલ ફોટોને જોયા પછી તેના ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપશે એ પ્રકાશ રાજે ક્યારેય વિચાર્યું નહીં હોય. આ ફોટો પર એક વ્યક્તિએ કમેન્ટ કરીને પૂછ્યું કે 'આ તમારી દિકરી છે'. એકે લખ્યું કે 'બુઢાપે મેં જવાની દીખ રહી હે'.

આ ફોટાઓ પોની પ્રકાશે ઈનસ્ટાગ્રામ પર શેર કર્યા હતા. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની ફેમિલીના ફોટો શેર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp