26th January selfie contest

પ્રિયાના ખોળામાં આવવાની સાથે બાળકે કર્યું કંઈક એવું કે તમે પણ હસી પડશો

PC: instagram.com

પ્રિયા પ્રકાશ વારિયરનો ક્રેઝ લોકોમાં ઓછો થવાનું નામ જ લઈ નથી રહ્યો. પ્રિયાની આંખોના એક ઈશારાએ આખા દેશને તેના ઈશારે નચાવ્યો હતો અને તેના પછી તેના કોઈ પણ નવા ફોટા કે વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. હવે તો તે ટેલિવીઝન એડમાં પણ જોવા મળી રહી છે. આ એડનો વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

તેની સાથે જ તેનો બીજો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક બાળક સાથે જોવા મળે છે. પ્રિયાની સાથે તેની પહેલી ફિલ્મ 'ઓરુ અદાર લવ'નો હીરો રોશન પણ જોવા મળે છે. વીડિયોમાં પ્રિયાના ખોળામાં એક નાનું બાળક છે, જે ઘણું હસી રહ્યું છે. રોશન તેના ગાલને અડે છે અને તે જોરથી હસી પડે છે અને તેનું આ હાસ્ય જોઈને પ્રિયા પણ જોરમાં હસી પડે છે.

આ વીડિયો તેની ફિલ્મના પ્રમોશન દરમિયાન પ્રિયા અને રોશન અબુ ધાબી ગયા હતા તે વખતનો છે. પ્રિયા હાલમાં ત્રિશૂરની વિમલા કોલેજમાંથી બી.કોમના પહેલા વર્ષમાં ભણી રહી છે. તેની ફિલ્મમાં પણ તેણે વિદ્યાર્થીનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મના ગીત 'મનિક્ય મલારાયા પૂવી'ના એક સીનથી તે લોકોમાં જાણીતી બની ગઈ છે.  

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp