પ્રિયાએ બતાવ્યો એટિટ્યૂડ: હું ફેંકેલી વસ્તુ ઊઠાવતી નથી

PC: instagram.com

પ્રિયા પ્રકાશ વારિયર ફિલ્મ ઓરુ અદાર લવના 26 સેકન્ડના વીડિયોથી ઈન્ટરનેટ પર સનસની ફેલાવી દીધી હતી અને તે રાતોરાત દેશમાં જાણીતી બની ગઈ હતી. હજુ પણ પ્રિયા કોઈ ફોટો અથવા વીડિયો પોસ્ટ કરે તો મિનિટોમાં તે વાયરલ થઈ જાય છે.

એક ફિલ્મ કરેલી પ્રિયા પ્રકાશ પાસે ફિલ્મો અને એડની કોઈ કમી નથી. તેમાં હાલમાં જ તે એક ચોકલેટના બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળી છે. જેમાં પ્રિયા છોકરાને એટિટ્યૂડ બતાવી રહેલી જોવા મળે છે. IPL 2018 સીઝન પર બનેલી આ એડમાં પ્રિયા સ્ટેડિયમમાં બેઠેલી જોવા મળે છે. જ્યારે તેનાથી થોડેક દૂર કેટલાંક ક્રિકેટર્સ પ્રકેટિસ કરી રહ્યા છે. તેવામાં બોલ પ્રિયા પાસે આવતા એક ક્રિકેટર તેને બોલ આપવા માટે કહે છે. તેના જવાબમાં પ્રિયા કહે છે કે, હું નીચે ફેંકેલી વસ્તુ ઉપાડતી નથી.

તેની ફિલ્મનું ગીત મનિક્ય મલારાયા પૂવ ગીતના એક સીનમાં તેની આંખના ઈશારાઓથી લાખો લોકો ઘાયલ થઈ ગયા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp