પ્રિયા પ્રકાશ આ કારણે ઘરમાં થઈ ગઈ હતી કેદ

PC: dnaindia.com

ઈન્ટરનેટ સેન્સેશન પ્રિયા પ્રકાશ વારિયર આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. જણાવી દઈએ કે, ગત વર્ષે વેલેન્ટાઈન ડેના દિવસે પ્રિયાનો વિંક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. આ વીડિયો વિશે વાત કરતા પ્રિયાઓ જણાવ્યુ હતુ કે, તે સમયે હું મારા ઘરમાં પુરાઈ ગઈ હતી. મને ઘરની બહાર નીકળવાની પરવાનગી નહોતી કારણ કે મારા મમ્મી-પપ્પા ખૂબ જ હેરાન થઈ જતા હતા. મીડિયાના લોકો મારા ઘરની બહાર મારો ઈન્ટરવ્યૂ લેવા માટે ઊભા રહેતા હતા. મારી હાલત તો એવી થઈ ગઈ હતી કે કોલેજથી આવ્યા બાદ એ જ કપડાંમાં મારે ઈન્ટરવ્યૂ આપવો પડતો હતો. લોકો ઘરે આવીને પૂછતા હતા કે શું આ પ્રિયા પ્રકાશનું ઘર છે? શું અમે તેને મળી શકીએ છીએ અથવા શું અમે તેને જોઈ શકીએ છીએ? મારા પપ્પા આ બધાથી કંટાળીને એવુ બોલવા માંડ્યા હતા કે પ્રિયા ઘર પર નથી.

પ્રિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમે બધા ભેગા મળીને તે પરિસ્થિતિને હેન્ડલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કારણ કે તે બધુ જ મારા અને મારા પરિવાર માટે એકદમ નવુ હતુ. પ્રિયા પ્રકાશે તેને પૂછવામાં આવેલા પ્રશ્ન કે તે વિંક ગર્લના ટાઈટલને કઈ રીતે હેન્ડલ કરે છે ના જવાબમાં તેણે કહ્યુ હતુ કે, વિંક ગર્લના ટેગે મને ફેસમ થવામાં અને પોતાની ઓળખ બનાવવામાં ખૂબ જ મદદ કરી છે. પરંતુ, એક દિવસ હું આ ટેગમાંથી આઝાદ થવા ઈચ્છીશ. શરૂઆતમાં તો મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આવુ કંઈક થયુ છે. હું તેને એન્જોય કરવાનો પ્રયત્ન કરી રહી છું.

પ્રિયાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો આ વેલેન્ટાઈન ડે પર એટલે કે 14 ફેબ્રુઆરીએ તેની ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ રીલિઝ થઈ રહી છે. ફિલ્મ મલયાલમ અને તેલુગુમાં રીલિઝ કરવામાં આવશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp