પ્રિયાની બોલિવૂડ એન્ટ્રી: ફેન્સ માટે છે માઠી ખબર

PC: indianexpress.com

પ્રિયા પ્રકાશ વારિયર માટે ખબર આવી હતી કે તે રણવીરસિંહ સાથે સિમ્બા નામની ફિલ્મમાં કામ કરી રહી છે પરંતુ ધર્મા પ્રોડક્શન દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. સિમ્બાના દિગ્દર્શક તરીકે રોહીત શેટ્ટી છે અને ફિલ્મ કરણ જોહરના બેનર હેઠળ બની રહી છે.

ધર્મા પ્રોડક્શનના નજીકના સૂત્રોએ જણાવ્યું કે પ્રિયા સિમ્બાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી નથી. જે કંઈ પણ ન્યૂઝ ચાલી રહ્યા છે તે પાયાવિહોણા છે. સિમ્બા ફિલ્મના નિર્માતાઓએ પ્રિયાને રણવીરસિંહની અપોઝિટમાં કાસ્ટ કરવામાં આવી હોવાનો ઈન્કાર કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે પ્રિયાએ કહ્યું હતું કે હું રણવીરસિંહની ફેન છું. પ્રિયાએ ઓરુ આદર લવના ગીતના એક કટકાથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી હતી ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેણે રણવીરસિંહ અંગે કહ્યું હતું. પ્રિયા તરફથી પણ બોલિવૂડની સ્વીકારી હોવાનું હજુ સુધી કહેવામાં આવ્યું નથી. પ્રિયાના બોલિવૂડ ડેબ્યુ માટે હવે રાહ જોવી પડશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp