Nepotismને લઈને પ્રિયંકાએ કર્યો મોટો ખુલાસો, મને પણ ફિલ્મમાંથી હાંકી કાઢી હતી

PC: instagram.com/priyankachopra/

બોલિવુડ એક્ટર સુશાંતસિંહના નિધમ બાદ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પરિવારવાદને લઈને એક પછી એક જાણીતા કલાકારો ખુલાસા કરી રહ્યા છે. જે તે સમયની પોતાની આપવીતી અને કડવા અનુભવને વાચા આપી રહ્યા છે. સુશાંતના ચાહકોએ આ પરિવારવાદ બંધ કરવા માટે પણ અભિયાન શરૂ કર્યું છે. ધીમે ધીમે મોટા સ્ટાર્સે પરિવારવાદને લઈને પોતાનું મંતવ્ય આપ્યું છે. આ યાદીમાં હવે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનું નામ પણ જોડાઈ ગયું છે.

પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, પરિવારવાદને કારણે મને ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવી હતી. જેને લઈને તે ખૂબ જ રડી હતી. પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, બોલિવુડમાં દરેક પ્રકારની વસ્તુઓ મૌજુદ છે. એક એવા પરિવારમાં જન્મ લેવો જેની વિરાસત છે એમાં કંઈ ખોટું નથી. સ્ટાર કિડ્સ પર પરિવારના નામ સાથે જીવવાનું પ્રેશર હોય છે. દરેક સ્ટારની પોતાની એક વ્યક્તિગત યાત્રા હોય છે. મારા શરૂઆતના સમયમાં મેં પણ ઘણું સહન કર્યું છે. મને એક ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવી હતી. કારણ કે, ફિલ્મ નિર્માતાને મારી જગ્યાએ બીજા કોઈની ભલામણ કરી હતી. થોડા સમય માટે હું રડી અને પછી એ સમયથી આગળ વધી ગઈ. ખરેખર જે લોકો સફળતાની જે કહાની માટે હોય છે એ લોકો તમામ પ્રકારના વિધ્ન આવવા છતા સફળ થાય છે.

માત્ર બોલિવુડ જ નહીં હોલિવુડમાં પણ પ્રિયંકાએ પોતાના કામથી એક અલગ અને જબરદસ્ત ઓળખ ઊભી કરી છે. બોલિવુડની સાથે હોલિવુડમાં પણ પ્રિયંકા ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી રહી છે. છેલ્લે તેણે 'ધ સ્કાઈ ઈઝ પિંક'માં કામ કર્યું હતું. રોહિત શરાફ, ઝાયરા વસીમ તથા ફરહાન અખ્તર લીડ રોલમાં એની સાથે હતા. આ ફિલ્મની મદદથી તેમણે ત્રણ વર્ષ પછી બોલિવુડમાં વાપસી કરી હતી. આવનારા સમયમાં પ્રિયંકા નેટફ્લિક્સ પર રીલિઝ થનારી વેબ સીરિઝ ધ વ્હાઈટ ટાઈગરમાં પણ જોવા મળશે. જેમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળશે. પ્રિયંકા પહેલા એક સમયની જાણીતી અને સિનિયર એક્ટ્રેસ સુસ્મિતા સેને પણ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સિનેજગતમાં વાપસી કરી હતી. બીજી તરફ અદા શર્માએ સ્ટારકિડ હોવાના ફાયદા જણાવીને એક મોટો કટાક્ષ કર્યો છે. આ ઉપરાંત બોલિવુડમાં થતા મોટા ભેદભાવને લઈને પણ દિલ ખોલીને વાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp