પ્રિયંકા ચોપરાએ નિક જોનસના કરિયરની જાહેરમાં ઉડાવી મજાક, જાણો શું કહ્યું શોમાં

PC: indianexpress.com

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા બોલિવુડમાં જ નહીં પરંતુ હોલિવુડમાં પણ પોતાનું ટેલેન્ટ દેખાડી ચૂકી છે. પ્રિયંકા જ્યાં બોલિવુડની ટોપની અભિનેત્રીમાંની એક છે તો હોલિવુડમાં પણ તે પોતાનો ડંકો વગાડી રહી છે. એક સક્સેસફુલ કરિયરને એન્જોય કરી રહેલી પ્રિયંકા ચોપરાએ પોતાના પતિ નિક જોનસના કરિયર પણ તંજ કસ્યો છે. હાલમાં જ એક શોમાં બધા લોકોની વચ્ચે તેણે કહ્યું હતું કે, નિકને સક્સેસફુલ કરિયરની શીખ તેણે જ આપી છે. 

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકાએ હવે તેના પતિને રોસ્ટ કરવા માટે તેની મજાક ઉડાવી હતી. નેટફ્લિક્સ પર ધ જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ શો મંગળવારે રીલિઝ થયો છે. આ શોમાં પ્રિયંકા તેના પતિ અને તેના ભાઈઓની મજાક ઉડાવતી જોવા મળે છે. નિકને રોસ્ટ એટલે કે તેની મજાક ઉડાવતાની એક વીડિયો ક્લિપ પણ પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે. એક સેગમેન્ટમાં પ્રિયંકા નિકના કરિયરની મજાક કરતી જોવા મળી છે. એક્ટ્રેસે પૂરા સ્વેગની સાથે કહ્યું કે- અમે બંને એકબીજાને કંઈક ને કંઈક શીખવાડતા રહીએ છે. નિકે મને ટિકટોક યુઝ કરવાનું શીખવાડ્યું તો મેં તેને શીખવાડ્યું કે એક સક્સેસફુલ એક્ટિંગ કરિયર શું હોય છે.

પ્રિયંકાની આ વાત સાંભળી શોમાં હાજર લોકો તાળીઓ વગાડે છે. પતિ નિક જોનસે પોતાના આ સ્ટેટમેન્ટની સાથે પ્રિયંકાએ હાર્ડ પંચ કર્યું છે. પતિની એક્ટિંગ કરિયર સિવાય પ્રિયંકાએ તેમની વચ્ચેના 10 વર્ષના ઉંમરના તફાવત અંગે પણ કોમેન્ટ કરી છે. તેણે કહ્યું કે- નિક અને મારી વચ્ચે 10 વર્ષનો ફરક છે. 90ના દશકમાં ઘણા પોપ કલ્ચર રેફરન્સ છે, જે નિકને સમજમાં નથી આવતા તો તે મારે તેને સમજાવવા પડે છે. પ્રિયંકાએ એમ પણ કહ્યું કે, તે સૌથી જાણીતી જોનસ છે. એક્ટ્રેસ કહે છે કે- શું તમે ક્યારેય નોટિસ કર્યુ છે કે જોનસ બ્રધર્સ ઓનલાઈન આટલું બધુ શા માટે પોસ્ટ કરે છે, કારણ કે તેમના બધાના ભેગા કરીને પણ મારા જેટલા ફોલોઅર્સ થતા નથી. આથી ઈન્સ્ટાગ્રામ પર હું સૌથી વધારે પોપ્યુલર જોનસ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp