આર. માધવનની પત્ની ગરીબ બાળકોને ઘરેથી આપી રહી છે ઓનલાઈન ટ્યુશન, શેર કર્યો વીડિયો

PC: instagram.com

બોલિવુડ એક્ટર આર માધવન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે રોજ કંઈક ને કંઈક પોતાના ફેન્સ સાથે શેર કરતો રહે છે. હવે હાલમાં જ માધવને તેની પત્ની સરિતા બિરજેનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં સરિતા કોરોનાની વચ્ચે ગરીબ બાળકોને પોતાના ઘરેથી વર્ચ્યુલી ભણાવતી જોવા મળી રહી છે. આ અંગે માધવને તેના ઘણા વખાણ કર્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by R. Madhavan (@actormaddy)

પત્નીનો વીડિયો શેર કરીને માધવને કેપ્શનમાં લખ્યું છે- સાચ્ચો રોકસ્ટાર, સ્ત્રી સટાર. જ્યારે તમારી પત્ની તમને નાના હોવાનું મહેસૂસ કરાવે. જ્યારે વીડિયોમાં માધવન પત્નીના વખાણ કરતા કહે છે કે જ્યારે તમારી પત્ની દેશના બાળકોને ભણાવે અને તમે પૂરી રીતે અસક્ષમ અને બેકાર મહેસૂસ કરો. માધવને આ વીડિયોને શેર કરતાની સાથે જ ફેન્સ તેની પત્નીના વખાણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે આર માધવનની પત્ની સરિતા લાઈમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે માત્ર કોઈ પાર્ટી અથવા ફંક્શનમાં જ જોવા મળે છે.

આ સિવાય માધવને સોશિયલ મીડિયા પર બીજી એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે દેશમાં કોરોના સંકટની વચ્ચે દવાઓ અને ઓક્સિજનની થઈ રહેલા કાળા બજારી કરનારા લોકો પર પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે. તેણે આવા લોકોને રાક્ષસ કહ્યા છે. સાથે જ આવા લોકોથી બચવા માટે ફેન્સને આગાહ પણ કર્યા છે. માધવને પોસ્ટમાં એક ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે- મને આ પણ મળ્યું છે. કૃપા કરીને ધ્યાન રાખો. આપણી વચ્ચે આવા રાક્ષસ પણ છે. માધવને જે ફોટો શેર કર્યો છે તેમાં લખ્યું છે- ફ્રોડ અલર્ટ, લોકો સચેત રહે.

મિસ્ટર અજય અગ્રવાલ 3000 રૂપિયામાં રેમડેસિવિર ઈન્જેક્શન વેચી રહ્યા છે. આ તમારી પાસે IMPS દ્વારા પૈસા એડવાન્સમાં માંગશે, જેથી તે પેન ઈન્ડિયા દ્વારા 3 કલાકમાં ઈન્જેક્શન તમારા સુધી ડિલીવર કરી શકે અને પછી તે ફોન ઉઠાવશે નહીં. આવા લોકોથી સાવધાન રહો. આ વ્યક્તિ ફ્રોડ છે. આર માધવન માર્ચમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ વાતની જાણકારી પણ તેણે સોશિયલ મીડિયા દ્વારા સૌને આપી હતી. જોકે હવે તે એકદમ સારો થઈ ગયો છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો આર માધવન ટૂંક સમયમાં જ પોતાની ડિરેક્ટોરિયલ ફિલ્મ રોકેટ્રીઃ ધ નાંબી ઈફેક્ટમાં જોવા મળવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp